Western Times News

Gujarati News

કોરોના મૃત્યુદરમાં અમદાવાદ દેશમાં પ્રથમ

ડેથરેટમાં અમદાવાદે મુંબઈ-દિલ્હીને પાછળ છોડ્યું – પ્રતિ ૧૦ લાખે અમદાવાદમાં ૧૮રના મોત અમદાવાદમાં કોરોના પશ્ચિમ-નવા પશ્ચિમ સુધી પ્રસર્યો

અમદાવાદ, કાળમુખો કરોના અટકવાનું નામ લેતો નથી. દિવસે-દિવસે કોરોનાના ખપ્પરમાં સેંકડો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યાં છે. ભારતમાં કોરોનાના કહેરમાં અત્યાર સુધીમાં ૮ હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે તો ર.૮પ લાખ કેસો નોંધાયા છે. ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે તો ‘ડેથરેટ’ વધી રહ્યાના આંકડા સાથે આવ્યા છે. આ આંકડા પ્રમાણે અમદાવાદમાં કોરોનાને કારણે થતા મૃત્યુનો આંક મુંબઈ અને દિલ્હી કરતા વધારે છે.

જા આ વાત સાચી માનીએ તો અમદાવાદ માટે ચિંતાજનક પરિÂસ્થતિનું નિર્માણ થઈ શકે છે. કારણ કે કોરોના હવે પશ્ચિમ-નવા પશ્ચિમ વિસ્તારમાં પ્રસરી રહ્યો છે. પહેલા તે શહેરી વિસ્તારમાં એટલે કે મધ્ય ઝોનમાં જાવા મળ્યો હતો પરંતુ પોશ વિસ્તારમાં કોરોનાએ તેનો ભરડો લેવાની શરૂઆત કરી છે. કોરોનાની ઝપટમાં ડોક્ટરો-પેરા મેડિકલના સ્ટાફ આવી રહ્યાં છે.

મેડિકલ પર્સન પોતે કોરોનાથી ખૂબ જ સાવચેતીપૂર્વક વર્તતા હોય છયે તેમ છતાં તેઓ કોરોના સંક્રમણનો શિકાર થઈ રહ્યાં છે. તો પછી સામાન્ય નાગરિક જા તકેદારી નહીં રાખે અને સરકારની ગાઈડલાઈનનું પાલન નહીં કરે તો આગામી દિવસો અમદાવાદ માટે ખતરનાક સાબિત થઈ શકે છે તેવું અનુમાન અસ્થાને નથી. દરમિયાનમાં કોરોનામા દેશમાં સાથી વધુ મૃત્યુનો આંકડો મહારાષ્ટ્રનો છે. ત્યાર પછી ગુજરાત અને દિલ્હીમાં લોકોને પોતાના જીવ ગુમાવ્યા છે. જા મુંબઈ, અમદાવાદ, દિલ્હીની આંકડાકીય વિગતો પ્રમાણે એનાલીસીસ કરવામાં આવે તો વસ્તીના હિસાબ પ્રમાણે મુંબઈ-અમદાવાદનું નામ આવે છે.

મુંબઈમાં દેશના કોઈ પણ શહેર કરતા વધુ મોત થયા છે, પરંતુ ડેથરેટની બાબતમાં અમદાવાદ સૌથી આગળ છે, તેમ આંકડાકીય નિષ્ણાંતોનું કહેવું છે. ૮ જૂન સુધીના આંકડાઓમાંથી નીકળતા તારણ પ્રમાણે અમદાવાદમાં પ્રતિ ૧૦ લાખની વસ્તીએ ૧૮ર લોકોના મૃત્યુ થયા છે, જ્યારે મુંબઈ જેવા શહેરમાં આ ડેથરેટ ૮૮ છે. જ્યારે દિલ્હીમાં ૪પ લોકોના મૃત્યુ થયા છે. જા જાવા જઈએ તો અમદાવાદનો મૃત્યુ આંક દિલ્હી કરતા ચાર ગણો વધારે ગણી શકાય. વળી મુંબઈ અને અમદાવાદની વસ્તીમાં પણ ફરક છે. હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે અમદાવાદમાં કોરોના કેમ ઝડપથી ફેલાઈ રહ્યો છે?? જા કે કોરોનાના કેસમાં લોકડાઉન અને અનલોક-૧ વચ્ચે ખૂબ ઝાઝો ફરક ન હોય તો પણ કેસો ચિંતાજનક હદે વધી રહ્યાં છે.

તે પ્રકારના આંકડાઓ માધ્યમોમાં આવી રહ્યાં છે. સામે પક્ષે ડેથરેટનું પ્રમાણ વધ્યું છે તે સૌથી ચિંતાજનક બાબત છે. અમદાવાદની સાથે વડોદરા, સુરતમાં રોજેરોજ કોરોનાના કેસ વધી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં કોરોનાનો ફેલાવો પશ્ચિમ તથા નવા પશ્ચિમ વિસ્તારમાં જાવા મળી રહ્યો છે. હવે જ્યારે અનલોક-૧માં માર્કેટો, બજારો ખુલ્યા છે. ટ્રાન્સપોર્ટેશનની શરૂઆત થઈ રહી છે. ત્યારે જા સરકારની ગાઈડલાઈનનો અમલ નહીં થાય તો પરિÂસ્થતિની કલ્પના કરવી રહી.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બન્ને સંયુક્ત રીતે જનજીવનને પાટે ચઢાવીને અર્થતંત્રને ગતિશીલ કરવા માંગે છે. ત્યારે એકાએક કોરોનાના કેસોની વધતી જતી સંખ્યાએ સૌ કોઈને ચિંતામાં મૂકી દીધા છે.
મુંબઈ, અમદાવાદ, દિલ્હીમાં વધતા જતા કોરોનાના કેસને લઈને કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં કોઈ ચોક્કસ વ્યૂહરચનાને લઈને આગળ વધે તેમ માનવામાં આવી રહ્યું છે.  કેન્દ્ર આ તમામ મોટા શહેરોને ધ્યાનમા રાખીને તજજ્ઞોની ટીમો મોકલનાર છે. તેઓ આવીને કોરોનાના વધતા કેસોની પધ્ધતિનો અભ્યાસ કરશે અને તે અંગેનો અહેવાલ કેન્દ્રને સુપ્રત કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.