અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરાઇ
અમદાવાદ, ભગવાન જગન્નાથની રથયાત્રા એટલે એવો પ્રસંગ કે તમામ લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. પરંતુ કોરોનાના કહેર વચ્ચે સરકારની ગાઈડલાઈન પ્રમાણે રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ અષાઢી બીજના ભક્તોને દર્શન દેવા માટે નગરચર્યાએ નીકળશે. મહિનાઓ પહેલા રજયાત્રાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. ચાલુ વર્ષ કોરોનાનો કહેર છે.અને કોરોનાં કહેર વચ્ચે રથયાત્રા નીકળવાની છે. જેની તૈયારીઓ શરૂ કરી છે.
અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસે જણાવ્યું હતું, કે કોરોના મહામારી વચ્ચે ૧૪૩મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે.જેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે રથનું સમારકામ અને કલર કામ શરૂ કરાયું છે. પણ રથયાત્રા કેવી રીતે નીકળશે તેની સરકાર સાથેની બેઠક બાદ નક્કી કરાશે. અને સરકાર જે સૂચના આપશે તેનું પાલન કરાશે.
રથયાત્રાની તૈયારીઓમાં રથને પહેલા તૈયાર કરવામાં આવે છે. રથનું સમારકામ કર્યા બાદ રથને કલરકામ કરવામાં આવે છે.ખલાસી ભાઈઓ દ્વારા રથને તૈયાર કરવામાં આવે છે.અને ભગવાન જ્યારે નગરચર્યા નીકળે ત્યારે ખલાસી ભાઈઓ દ્વારા જ રથ ખેંચવામાં આવે છે.ત્યારે ખલાસી એસોસિએશનના પ્રમુખ મફતલાલ ખલાસીએ જણાવ્યું છે કે રથયાત્રા માં દૂર દૂરથી ખલાસીભાઈઓ અમદાવાદ આવે છે.પરંતુ ચાલુ વર્ષ એક રથને ખેંચવા માટે ૩૦થી ૪૦ ભાઈઓ ને રખાશે.જેના કારણે બહારથી પણ ખલાસીભાઈઓને નહિ બોલાવ્યા.રથયાત્રામાં ખૂબ જ ઓછા લોકોને જોડવામાં આવશે.
રથયાત્રામાં ભક્તો જોડાશે કે નહીં.ભજન મંડળી અને અખાડા જોડાશે કે નહીં તે સરકારની બેઠકમાં નક્કી કરાશે.જોકે કોરોનાની મહામારી વચ્ચે રથયાત્રામાં ભીડ નહિ કરાય.પરંતુ ભક્તોએ નિરાશ થવાની જરૂર નથી કારણ કે રથયાત્રાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે