Western Times News

Gujarati News

ગ્રાહકોને સુરક્ષા માટે સોશિયલ ડિસ્‍ટન્સના નિયમપાલન સાથે ચાલતુ પારડીનું ભાવના બ્યુતટી પાર્લર

કોરોનાના નિયમોનું પાલન કરી તેના સંક્રમણને અટકાવવાની સાથે આત્મિનિર્ભર પણ બની શકાય – બ્યુયટીપાર્લર સંચાલક ભાવનાબેન
આલેખન-વૈશાલી જે. પરમાર

માહિતી બ્યુયરોઃ વલસાડઃ તા.૧૪ઃ નોવેલ કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાબને રાખી દેશભરમાં કોવિડ-૧૯ના નિયમોને આધીન દેશ અનલોક કરવામાં આવ્યો છે. જેમાં સોશિયલ ડિસ્ટથન્સલ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યોય છે. લોકડાઉનમાં નાની રોજગારી કરતા લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડયો છે. પરંતુ હાલ કોરોના વાઇરસની મહામારીની દવા કે રસી શોધાઇ નથી ત્યાયરે આ વાઇરસથી બચીને જ રોજિંદા કામો કરવા જરૂરી બન્યા છે. આવા સમયે સ્વ રોજગાર કરનારાઓએ પોતાને કોરોના વાઇરસના સંક્રમણથી બચાવવા કામકાજના સ્થિળે સોશિયલ ડિસ્‍ટન્સ્ જાળવી રોજગાર મેળવવા સમજદારીનું ભર્યું પગલું ભરી રહયા છે.

વલસાડ જિલ્લામાં નાના ઉદ્યોગો દેશ અનલોક થતા જ શરૂ થઇ ગયા છે. શરતો અને નિયમોને આધિન અપાયેલી છૂટછાટોને કારણે ઉદ્યોગો, વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓનો પ્રારંભ થતાં નાના અને મધ્ય મ પરિવારોની આર્થિક પરિસ્થિણતિ સુધરવા પામી છે. વલસાડ જિલ્લામાં પારડી તાલુકાના એક મધ્યિમ પરિવારના દંપતિ બ્યુ ટી પાર્લર દ્વારા પરિવારનું ગુજરાન ચલાવે છે. ભાવનાબેનના ‘ભાવના બ્યુજટી પાર્લર’ના આ વ્યવવસાયમાં તેમના પતિ યોગેશભાઇ ટેલર પણ સહયોગ આપી રહયા છે. તેમણે કોરોનાનું સંક્રમણ ન ફેલાય અને ગ્રાહકોની સલામતી જળવાય તે હેતુસર પીપીઇ કીટ પહેરીને કામગીરીનો આરંભ કર્યો છે.

આ ઉપરાંત તેઓ પાર્લરની સાધન સામગ્રીમાં ડિસ્પોનઝેબલ વસ્તુ્ઓનો ઉપયોગ કરી રહયા છે. જેથી એક વ્ય કિત માટે ઉપયોગમાં આવેલી સામગ્રી અન્યર માટે ઉપયોગ ન કરવી પડે. આ સિવાય બ્યુતટી પાર્લરમાં દરેક કામ માટે અલગ-અલગ સેકશન હોવાથી સોશિયલ ડિસ્‍ટન્સ્ સરળતાથી જાળવી શકાય છે. અહીં દંપતિ સિવાય તેઓના સ્ટારફમાં ચાર બહેનો છે. જેમાંથી બે-બે સ્ટાનફ બહેનોને અવાર-નવાર બોલાવવામાં આવે છે, જેથી સ્ટાવફના કારણે પણ ભીડ ન થાય. પોતાના ક્લામઇન્ટ સાથે વર્ષોથી સારા સંબધો જાળવવાના પગલે ફોન ઉપર અપોઇન્ટમમેન્ટસ બુક કરી ચોક્કસ સમયે જ પાર્લરમાં આવવાની ફરજ પડતા ગ્રાહકોએ પણ આ બાબતને આવકારી છે.

આખા દિવસમાં ફકત ચાર થી ૫ાંચ જ ગ્રાહકોને અપોઇન્ટોમેન્ટજ આપવામાં આવે છે. જયારે કોઇ ગ્રાહક આવે છે ત્યાથરે સૌ પ્રથમ રીશેપ્શોન એરિયામાં સેનેટાઇઝરથી પોતાને સ્વગચ્છઅ રહેવા જણાવવામાં આવે છે. ત્યા.ર બાદ તેઓના કામ અનુસાર જે-તે સેકશનમાં લઇ હાથ પગ સ્વોચ્છર કરવામાં આવે છે. ત્યાઅર બાદ સ્ટાવફ પોતે સેનેટાઇઝ થઇ અને માસ્કર પહેરી કામગીરી શરૂ કરવામાં આવે છે. ગ્રાહકનું કામ પુરુ થયા બાદ જતી વખતે પણ તેઓને સેનેટાઇઝ કરીને જ બહાર મોકલવામાં આવે છે.

ગ્રાહક માટે ઉપયોગમાં આવેલી સામગ્રીનો યોગ્યી રીતે નિકાલ કરવામાં આવે છે. આ ઉપરાંત જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તેને પણ સેનેટાઇઝ કરવામાં આવે છે સ્ટાયફ પોતે સ્વિચ્છવ થયા બાદ જ નવા ગ્રાહકને આવવા દેવામાં આવે છે. ગ્રાહકોને પેમેન્ટ માટે પણ ડીજીટલ પ્લે ટફોર્મનો જ ઉપયોગ કરવા વિનંતી કરી ડીજીટલ ગુજરાત અભિયાનમાં પણ સહયોગ આપી રહયા છે.

ભાવનાબેન જણાવે છે કે, કોરોનાના નિયમોનું પાલન કરી તેના સંક્રમણને અટકાવવાની સાથે આત્મ નિર્ભર પણ બની શકાય છે. ‘સોશિયલ ડિસ્ટવન્સ, જાળવવાથી કલાઇન્ટપની સંખ્યાક ઘટે છે, પરંતુ કોરોના સામે જીવના જોખમથી બચવા આ જરુરી છે. તેથી કલાઇન્ટા ઓછા આવશે તો તેઓ કોઇ અફસોસ નથી. અમારા ગ્રાહકો અમારો પરિવાર છે તેથી અમે પોતાના માટે જેટલી સાવચેતી રાખીએ એટલી જ સાવચેતી ગ્રાહક માટે પણ લઇએ છીએ.’ કોરોના પહેલાંનો અને પછીનો સમય અલગ છે. રાજ્યલ સરકારે રોજગાર વ્યરવસાય શરૂ કરવાની છૂટ આપી છે, ત્યાપરે મેં મારા વ્યરવસાયના સ્થ ળે કામ કરતા કર્મચારીઓ અને ગ્રાહકોનું આરોગ્ય ને કોઇ હાનિ ન પહોંચે તે માટે પૂરતી તકેદારી રાખી રહયા છે.

વલસાડ જિલ્લાઓમાં અનેક નાના મોટા ઉદ્યોગો તથા જાહરે જનતાને અનલોક દરમિયાન વાઇરસના સંક્રમણથી બચવા સાવચેતીના પગલાના નિયમોના ભંગ બદલ દંડ કરવામાં આવ્યા છે. ત્યાનરે આ દંપતિ પોતાની રોજગારી મેળવવા ઉપરાંત નિયમનો પાલનમાં કેવી સાવચેતી રાખે છે તે દરેક નાના-મોટા ઉદ્યોગકારો માટે ઉદાહરણ રૂપ છે. દેશ ભલે અનલોકની સ્થિતતિમાં હોય પરંતુ કોરોના વાઇરસથી મુક્તસ થયો નથી, આ બાબત ધ્યાને રાખી કામ કરવું જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.