પ્રદેશ બક્ષીપંચ મોરચા પ્રમુખે અરવલ્લી જિલ્લા બક્ષીપંચ મોરચાની વર્ચ્યુઅલ સંવાદ બેઠકને સંબોધી
(પ્રતિનિધિ) મોડાસા, આજરોજ અરવલ્લી જિલ્લા બક્ષીપંચ મોરચાની વર્ચ્યુઅલ સંવાદ બેઠક યોજાઈ હતી..જેના પ્રારંભે જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ ભીખાજી ડામોરે સંવાદની વિગતો રજૂ કરી આ સંવાદ સાથે જોડાયેલા સૌ આગેવાનો,કાર્યકરોને આવકાર્યા હતા.
જેમાં સંવાદના મુખ્ય વક્તા ગુજરાત પ઼દેશ બક્ષીપંચ મોરચાના પ઼મુખ શ્રી દીનેશભાઈ અનાવડીયા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્ધિઓ અને ઉપલબ્ધિઓ વર્ણવી હતી અને બક્ષીપંચ હેઠળ આવતા લોકો માટે મોદી સરકાર દ્વારા કરવામાં આવેલ કામોની ઉડી વગતો સૌ જોડાયેલા કાર્યકરોને આપી હતી.
દેશમાં ઝ્રછછ તથા રામમંદીર નિર્માણ જેવા પ઼જાની હિતના કામો કરી દેશ માટે ખુબ મોટુ કામ આ સરકાર દવા કરવામાં આવ્યુ છે જેને કારણે ભારતના લોકો ખુબ જ ખુશ છે. એમ જણાવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છેવાડાના માનવીની ચિતા કરી છે. અને રાજ્યની વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની સરકાર પણ લોકો માટે સતત કામ કરતા રહીને કોરોના મહામારીના કાળમાં પણ લોકો માટે બનતું તમામ કરી છૂટવા કામ કરી રહી છે.પ્રદેશ બક્ષીપંચ મોરચા પ્રમુખ દિનેશભાઈએ. આ જિલ્લામાં બક્ષીપંચ મોરચાની કામગીરીને બિરદાવી હતી. આ પ઼સંગે ઝોન પ઼ભારી દીલીપસિહ પરમાર , જિલ્લા પ઼મુખ રણવીરસિહ ડાભી,જિલ્લા મોરચા મોરચા પ઼મુખ ભિખાજી ડામોર, જિલ્લા મહામંત્રી શાંમલળભાઈ પટેલ , એસ.એમ.ખાંટ, તથા બક્ષીપંચ મોરચાના હોદ઼ેદારો આગેવાનો કાયૅકતાઓ સૌ કોઈ મોટી સંખ્યામાં હાજર રહ્યાં.*