Western Times News

Gujarati News

ઇલેક્ટ્રિશિયનના પુત્રએ ૪-૫ કલાક અભ્યાસથી બાજી મારી

રાજ્યભરમાંથી કુલ ૩.૭૧ લાખ વિદ્યાર્થીઓએ તેમજ અમદાવાદમાંથી ૬૨,૦૦૦ વિદ્યાર્થીએ પરીક્ષા આપી
અમદાવાદ,  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી)ના ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહી અને સંસ્કૃત માધ્યમનું પરિણામ સોમવારે વહેલી સવારે ૫ વાગે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓ પરિણામ જાઈ શકશે. વિદ્યાર્થીઓ વેબસાઈટ પરથી પરિણામની કોપી ડાઉનલોડ કરી શકશે. અમદાવાદમાંથી અંદાજે ૬૨,૦૦૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યભરમાંથી અંદાજે ૩.૭૧ લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. માર્ચ ૨૦૨૦માં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાઈ હતી.ગતવર્ષે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૭૩.૨૭ ટકા પરિણામ જાહેર થયું હતું. ત્યારે અમદાવાદ શહેરની વિજય નગર સ્કૂલમાં અભ્યાસ કરતા હર્ષ શાહે ૯૮.૯૦ પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે. હર્ષ શાહના પિતા પોતે ઈલેક્ટ્રિશિયન છે, દિલ્લી દરવાજા ખાતે પિતાની દુકાન આવેલી છે. માતા પ્રીતિ શાહ ગૃહિણી છે.

ધોરણ ૧૦માં હર્ષે વિદ્યાર્થીએ ૯૬.૭૫ પર્સેન્ટાઈલ મેળવ્યા હતા. હર્ષ શાહે જણાવ્યું હતું કે, તે દરરોજ ૪ થી ૫ કલાક મહેનત કરતો હતો. તેને મુખ્યત્વે એકાઉન્ટ, સ્ટેટ, ઇક્કો, બીએમાં મહેનત કરી હતી. હવે તેનો ધ્યેય બીબીએ કરી આગળ જતાં એમબીએ કરવાનું વિચારી રહ્યો છે. આ તરફ મિશ્રા પ્રીતિએ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૮.૨૫ પર્સેન્ટાઈલ મેળવ્યા છે. તો યશસ્વી શાહે ૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૮.૨૫ પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે. જ્યારે વેજલપુરની કામેશ્વર વિદ્યામંદિર સ્કૂલમાં અભ્યાસ કરતી નિધી ચૌહાણે ૯૯.૫૪ પર્સેન્ટાઈલ કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.