Western Times News

Gujarati News

69000 Rs.નો દારૂ ભરેલી એસેન્ટ કારનું પાયલોટીંગ કરતી આઈ-૨૦ કાર 

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા: લોકડાઉન અનલોક થતાની સાથે વિદેશી દારૂની માંગમાં વધારો થતા બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નશીલ બન્યા છે કડક દારૂ બંધીના કાયદો કાગળ પર હોય તેમ રાજ્યમાં દેશી-વિદેશી દારૂનો ધૂમ વેપલો થઇ રહ્યો છે નશાનાં કાળા કારોબારમાં મોટા પ્રમાણમાં નફો રેહેલો હોવાથી બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યાં છે નડિયાદના ત્રણ બુટલેગરોએ એસેન્ટ કારમાં ભરેલ ૬૯ હજારનો વિદેશી દારૂનું આઈ-૨૦ કારમાં પાયલોટિંગ સાથે ઘુસાડવાના પેતરાનો પર્દાફાશ શામળાજી પોલીસે કરી ત્રણ બુટલેગરોને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા ૬૯ હજાર રૂપિયાના વિદેશી દારૂ માટે બે-બે લકઝુરિયસ કારનો બુટલેગરોએ ઉપયોગ કરતાં પોલીસ તંત્રમાં પણ આશ્ચર્ય સર્જાયું હતું

શામળાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ  પીએસઆઈ કે કે રાજપૂતે અને તેમની ટીમે રાજસ્થાન તરફથી આવતાં વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા સતત વિદેશી દારૂ ઝડપાઈ રહ્યો છે શામળાજી પોલીસે કડવઠ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આઈ-૨૦ (ગાડી.નં-GJ.07.BN.1264) ને અટકાવી ને કાર ચાલક અન્સાર આફ્તાબ અન્સારીને અટકાવી સઘન પુછપરછ કરતાં પાછળ એસેન્ટ કારમાં વિદેશી દારૂ ભરી આવી રહ્યો છે તેનું પાયલોટિંગ કરી રહ્યો હોવાનું જણાવતા શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી આવી રહેલ એસેન્ટ કાર (ગાડી.નં -GJ.23.H.4921 ) ને અટકાવી કારમાં પાછળના ભાગે સંતાડી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-૧૩૧ કીં.રૂ.૬૯૨૯૫/- નો જથ્થો જપ્ત કરી ૧) સદામહુસનૈ આફતાબ અન્સારી,૨) ફૈઝાનઅહેમદ મહમદનાદિર અંસારી (બંને,રહે નડિયાદ) ને દબોચી લઈ વિદેશી દારૂ ,આઈ-૨૦ કાર ,એસેન્ટ કાર , ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.૬૨૩૭૯૫/- નો મુદ્દામાલ જપ્ત કરી શામળાજી પોલીસે 1)અન્સાર આફ્તાબ અન્સારી,2) સદામહુસનૈ આફતાબ અન્સારી,3) ફૈઝાનઅહેમદ મહમદનાદિર અંસારી (ત્રણે ,રહે નડિયાદ) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.