Western Times News

Gujarati News

અરવલ્લીના ચાર લાખથી વધુ પશુઓને “ઇનફ” (INAPH) નવી ઓળખ મળી

આધાર થકી માણસની ઓળખ થાય તેમ INAPH થકી પશુઓની તમામ વિગત હવે આંગળીના ટેરવે 

  તમે કદાચ માણસોની “આધાર” દ્વારા તેના ગામ-ઠામનું સરનામું મેળવી શકો ને કદાચ એ સ્થળાંતર કરી બીજા જિલ્લા કે રાજ્યમાં જતા રહે તો પણ તેના આધાર નંબર થકી તેનો શોધી શકો એટલી સરળ વ્યવસ્થા ઉભી કરાઇ છે, પરંતુ જો એવુ જ કંઇ પશુપાલકોનો પશુઓ માટે થાય તો ચોકક્સ નવાઇ લાગે, હા એવુ જ અરવલ્લી જિલ્લામાં પણ પશુઓના INAPH થકી તેમની ગણતરી જ નહિ પણ તેમના સમયાંતરે રસીકરણની જાણ તેમના માલિકને કરવામાં આવે છે.

અરવલ્લીમાં ખેતીની સાથે પશુપાલન એ પુરક નહિ પરંતુ પૂર્ણ સમયના વ્યવસાય તરીકે સ્વીકારતા આજે બે લાખથી કુટુંબો ૧૦૧૯ દૂધ મંડળીમાં દૂધ ભરાવીને આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે. તેની સાથે તેમના આવકના મુખ્ય સ્ત્રોત સમાન પશુઓની    માવજત પણ લેવામાં આવી રહી છે. તે આ ચોમાસાની સિઝન પૂર્વે રોગચાળાથી બચાવવા જિલ્લાના ૨,૭૩,૦૧૫ પશુઓને સધન રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જયારે ૪,૪૬,૨૨૩ પશુઓને ઇનફ” (INAPH) નવી ઓળખ આપવામાં આવી છે.

આ અંગે વાત કરતા જિલ્લા પશુપાલન અધિકારી શ્રી ડૉ.એમ.કે. ચૌહાણે જણાવ્યું હતુ કે, પશુપાલકોની આવકમાં વધારો કરવા પશુઓ સ્વસ્થ્ય હોવા જરૂરી છે. જેને લઇ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પશુરોગચાળા નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત (NADCP) સઘન રસીકરણ હાથ ધરાયું છે. જેમ દેશમાં બાળકો માટે “પોલીયો” નાબૂદી અભિયાન હાથ ધરાયું છે તેમ પશુઓમાં ખરવા-મોવાસા રોગને નાબૂદ કરવા રસીકરણ ઝૂંબેશ હાથ ધરાઇ છે.

વધુ વિગત આપતા મદદનીશ પશુપાલન અધિકારી શ્રી ડૉ. કવેશ પટેલે જણાવ્યું હતું કે અમે માત્ર પશુઓનું રસીકરણ જ નહિ પરંતુ એન.ડી.ડી.બી દ્વારા તૈયાર કરવામાં આવેલ INAPH (Information Network for Animal Productivity & Health) સોફ્ટવેર થકી પશુ ગણતરી અને તેની નોંધણી કરાય છે. જેમાં માલિકનું નામ-ગામ અને મોબાઇલની સહિત તેના પશુઓની સંખ્યા અને જાતિની તેની બિમારીઓ આ તમામ વિગતની નોંધ કરવામાં આવે છે. INAPH નું ટેગ કરાયા બાદ જો એ પશુ અન્ય જિલ્લા કે રાજયમાં વેચાણ પણ કરી દે તો પણ પશુપાલક કે વેટેનરી ડૉકટર મોબાઇલમાં બારકોડ સ્કેન કરે તો પશુને ક્યારે રસીકરણ કરવામાં આવ્યું હતું અને હવે ક્યારે ફરીથી રસી આપવાની છે તે તમામ વિગત ક્ષણવારમાં ઉપલબ્ધ થઇ જાય છે. સાથે આગામી દિવસોમાં જો પશુને રસીકરણ કરવાનું હોય તો તે એલર્ટ મેસેજ  થકી પણ જાણ કરવામાં આવે છે.

આવું જ અરવલ્લીના મોડાસાના ૭૦,૮૨૯ ધનસુરાના ૪૭૬૬૭, બાયડના ૧,૧૪,૦૭૩ માલપુર ૬૮૩૩૯, મેઘરજ ૭૧૫૩૨ અને ભિલોડાના ૭૩૭૮૩ મળી કુલ ૪,૪૬,૨૨૩ પશુઓને “ઇનફ ” (INAPH) નું ટેગિંગ કરી નવી ઓળખ આપવામાં આવી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.