Western Times News

Latest News in Gujarat

એનએસડીએલ ઇ-ગવ અને સ્ટર્લિંગ એન્ડ વિલ્સને આંતરરાષ્ટ્રીય બજારો માટે સંયુક્ત સાહસ માટે જોડાણ કર્યું

મુંબઈ,: અગ્રણી ઇ-ગવર્નન્સ સોલ્યુશન્સ પ્રોવાઇડર એનએસડીએલ ઇ-ગવર્નન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (એનએસડીએલ ઇ-ગવ) અને અગ્રણી ભારતીય બહુરાષ્ટ્રીય કંપની સ્ટર્લિંગ એન્ડ વિલ્સને આજે આફ્રિકા, મધ્ય પૂર્વ અ દક્ષિણ એશિયાનાં બજારોમાં વ્યાવસાયિક દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ અને ટર્નકી ડેટા સેન્ટર સોલ્યુશનને ટેકો આપવાની સાથે વિસ્તૃત ઇ-ગવર્નન્સ આઇટી સોલ્યુશન પૂરું પાડવા સંયુક્ત સાહસની રચના કરવાની આજે જાહેરાત કરી હતી.

એનએસડીએલ ઇ-ગવ આઇટી સોલ્યુશન્સ પૂરું પાડવામાં 24 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે તથા ભારતનાં નાગરિકો માટે ટેક્સ ઇન્ફોર્મેશન નેટવર્ક (ટીઆઇએન), પેન કાર્ડ સર્વિસીસ, નેશનલ આઇડી, ઇકેવાયસી, ઇસાઇન અને નેશનલ પૅન્શન સિસ્ટમ જેવા અસાધારણ મોટાં પ્રોજેક્ટ્સનું સફળતાપૂર્વક સંચાલન કરે છે. શાપૂરજી પલોનજીની માલિકીની સ્ટર્લિંગ એન્ડ વિલ્સન એન્જિનીયરિંગ, નિર્માણ, ઉત્પાદન અને ઊર્જા સેવાઓમાં વિશેષતા ધરાવે છે.

સંયુક્ત સાહસની વિશેષતા સિંગલ-સ્ટોપ ઇ-ગવર્નન્સ સોલ્યુશન પ્રોવાઇડર બનવાની છે, જે વિદેશી બજારોમાં વ્યવસાયની પ્રચૂર સંભવિતતાઓ જુએ છે અને એનો ઉદ્દેશ આગળ જતાં સરકારી અને ખાનગી ક્ષેત્રનાં વ્યવસાયોમાં નોંધપાત્ર હિસ્સો મેળવવાનો છે.

એનએસડીએલ ઇ-ગવર્નન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનાં એમડી અને સીઇઓ શ્રી ગગન રાયે કહ્યું હતું કે, “ઇ-ગવર્નન્સમાં દેશની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટેની મહત્ત્વપૂર્ણ સેવાઓ સામેલ છે. એનએસડીએલ ઇ-ગવમાં અમારો ઉદ્દેશ ભારતની બહાર વિવિધ દેશોનાં બજારોને પરિવર્તનકારક ઇ-ગવર્નન્સ સોલ્યુશન્સ પૂરાં પાડવા અમારી કુશળ સેવાઓ પ્રદાન કરવાનો છે, જેથી લાખો લોકોનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય. સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સાથે અમારી પાર્ટનરશિપ અમને સ્પર્ધાત્મક લાભ આપશે અને સંયુક્તપણે અમારો ઉદ્દેશ આઇટી સોલ્યુશન્સ અને બીસ્પોક પ્રોડક્ટ્સ મારફતે આંતરરાષ્ટ્રીય બજારોમાં કામગીરી વધારવાનો છે. આ વિવિધ સોલ્યુશન વિવિધ દેશોને મદદરૂપ થવાની સાથે વેપારવાણિજ્ય સરળ કરવામાં અને જીવનની સરળતામાં તેમનું રેન્કિંગ સુધારવામાં પણ મદદરૂપ થશે.

સ્ટર્લિંગ એન્ડ વિલ્સનનાં ચેરમેન શ્રી ખુરશેદ દારુવાલાએ કહ્યું હતું કે,  “છેલ્લાં ઘણાં દાયકા દરમિયાન સ્ટર્લિંગ એન્ડ વિલ્સન અને શાપૂરજી પલોનજીએ મધ્ય પૂર્વ અને આફ્રિકા સહિત આંતરરાષ્ટ્રીય બજારોમાં માળખાનું નિર્માણ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. અમારાં ડેટા સેન્ટરની કુશળતાનો ઉપયોગ કરવાની ક્ષમતા અને દુનિયાભરમાં વિવિધ વ્યવસાયો દ્વારા 20થી વધારે દેશોમાં અમારી કામગીરી સાથે અમારાં જેવા મૂલ્યો ધરાવકતી એનએસડીએલ ઇ-ગવ સાથે અમારાં જોડાણથી મને ખાતરી છે કે, અમે સંયુક્તપણે મજબૂત પાર્ટનરશિપ વિકસાવશું, જે પરિવર્તનકારક ઇ-ગવર્નન્સ સોલ્યુશ્સ અને ડેટા સેન્ટરની સુવિધાઓ પ્રાદન કરવા પાયો નાંખશે, જેથી આ વિસ્તારોનાં લાખો લોકોનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.”

શ્રેષ્ઠ વહીવટ અને સરકારી સેવાઓની અસરકારક ડિલિવરી માટે હાઈ ટેકનોલોજી સોલ્યુશન પૂરી પાડતી એનએસડીએલ ઇ-ગનો ઉદ્દેશ ભારતમાં એની સફળતાને આંતરરાષ્ટ્રીય સ્તરે પુનરાવર્તિત કરવાનો છે.