Western Times News

Gujarati News

દેશમાં 24 કલાકમાં 15000થી વધુ કોરોનાના કેસ

નવીદિલ્હી:  દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે જૂન મહિનાના ૨૦ દિવસમાં દેશમાં વધુ ૨ લાખ કેસ નવા જોવા મળ્યા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને યૂપીમાં વધારે કેસ જોવા મળી રહ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૪૧૩ નવા કેસ આવ્યા છે અને ૩૦૬ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાનો કુલ આંક ૪ લાખ ૧૦ હજારને પાર થયો છે.

કોરોનાએ દેશમાં તમામ રેકોર્ડ તોડી દીધા છે. ૨૪ કલાકમાં દેશમાં ૧૫૪૧૩ નવા કેસ આવ્યા છે. એક દિવસમાં આટલા કેસે ચિંતામાં વધારો કર્યો છે. શનિવારે કુલ ૩૦૬ લોકોના મોત થયા છે. દેશમાં શનિવારે ૪ લાખ ૧૦ હજાર ૪૬૧ કન્ફર્મ કેસ થયા છે. ફક્ત ૮ દિવસમાં કોરોનાના દર્દીની સંખ્યા ૩થી ૪ લાખ પહોંચી છે.


સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી માહિતી અનુસાર દેશમાં કોરોનાના ૧ લાખ ૬૯ હજાર ૪૫૧ એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં ૧૩૨૫૪ દર્દીઓના જીવ લીધા છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં ૨ લાખ ૨૭ હજાર ૭૫૫ લોકો કોરોનાથી રિકવર થયા છે.
દેશમમાં કોરોનાના સૌથી વધારે દર્દીઓ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યા છે. ૪ લાખ સંક્રમિત કેસમાં ૩૧.૦૩ ટકા દર્દીઓ ફક્ત મહારાષ્ટ્રમાં છે. તમિલનાડુમાં ૧૪.૧૯ ટકા, દિલ્હીમાં ૧૩.૨૬ ટકા અને ગુજરાતમાં ૬.૫૪ ટકા દર્દીઓ છે. સૌથી ઓછા કોરોના કેસ મેઘાલયમાં છે. અહીં ફક્ત ૪૩ લોકો સંક્રમિત મળ્યા છે. દિલ્હીમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ લઈ રહ્યો નથી. અહીં ૨૪ કલાકમાં ૩૬૩૦ કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં ૭૭ દર્દીના મોત પણ થયા છે.

દુનિયાની બીજી સૌથી મોટી આબાદી વાળો દેશ હોવા છતાં અહીં કોરોનાની ગતિ ધીમી છે. અહીં ૧૪૩ દિવસમાં આટલા દર્દી આાવ્યા છે. જો કે રિકવરી રેટમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. હાલમાં રિકવરી રેટ ૫૫. ૪૮ ટકાનો છે.  દેશમાં કોરોનાવાયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો ૪ લાખને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની તરફખી રવિવારના રોજ રજૂ કરાયેલા આંકડાઓના મતે ભારતમાં કોરોનાવાયરસના દર્દીઓની કુલ સંખ્યા ૪૧૦૪૬૧ થઇ ગઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.