Western Times News

Gujarati News

જોન ડિયરે  ટ્રેક્ટર અને હાર્વેસ્ટરના 7 નવા મોડેલ લોન્ચ કર્યા

ઈન્દોર, ભારત ,03 જૂન, 2019- કૃષિ ઉપકરણ ઉત્પાદનમાં આગેવાન જોન ડિયર ટ્રેક્ટર અને ખેતી ઉપકરણોમાં નાવીન્યપૂર્ણ પ્રોડક્ટો અને નવી ટેકનોલોજીઓ લાવવામાં આગેવાન રહી છે. નાવીન્યપૂર્ણ પ્રોડક્ટો અને સેવાઓ માટે જાણીતા ખેતી ઉપકરણ ક્ષેત્રમાં આગેવાન જોન ડિયરે ટેકનોલોજી અને પાવર- પ્રેરિત ટ્રેક્ટર, હાર્વેસ્ટર અને ઈમ્પ્લીમેન્ટ્સની નવી શ્રેણી રજૂ કરી છે. ઉત્કૃષ્ટ ટેકનોલોજી સાથે આ નવાં ટ્રેક્ટર અને હાર્વેસ્ટરનાં મોડેલો ખેતીની કાર્યક્ષમતા વધુ સુધારશે, વિવિધ કૃષિ હવામાનની સ્થિતિઓ, પાકના પ્રકારને પહોંચી વળશે અને હેવી- ડ્યુટી પ્રીસીશન  ઈમ્પ્લીમેન્ટ્સ માટે પૂરક બની રહેશે.

આજે રજૂ કરવામાં આવેલાં ટ્રેક્ટર અને હાર્વેસ્ટરનાં 7 નવા મોડેલોમાં 5405 ગિયર Pro 63HP ટ્રેક્ટર પરિવર્તનકારી છે અને કૃષિ કામગીરીને નવી ઊંચાઈ પર લઈ જશે. તે વધતી ખેડૂતોની જરૂરતોની વિવિધ આવશ્યકતાઓને પહોંચી વળે તે રીતે ખાસ તૈયાર કરવામાં આવ્યાં છે. ફીચર્સમાં ટિલ્ટ સ્ટીયરિંગ, 12X4 TSS ટ્રાન્સમિશન એપ્લિકેશન્સની વ્યાપક શ્રેણીને અભિમુખ બનાવે છે, જેમાં એગ્રિકલ્ચર, લોડર અને ડોઝર અને હોલેજનો સમાવેશ થાય છે. એડ ઓન તરીકે JD લિંક (ટેલિમેટિક્સ) સાથે તે ભારતીય ખેડૂતો માટે અવ્વલ ઓફર બનાવે છે.

4WD વિકલ્પ સાથે 40 HP શ્રેણીમાં 5105 મોડેલ ભારતીય ઈતિહાસમાં પ્રથમ ટ્રેક્ટર છે. સિંગલ અને ડ્યુઅલ ક્લચ, ડ્યુઅલ PTO અને SCV તેને સૂકી અને ભીની જમીન પર ઉપયોગમાં કૃષિ કામગીરીના વિવિધ પ્રકાર માટે વર્સેટાઈલ ટ્રેક્ટર બનાવે છે. આધુનિક વિશિષ્ટતામાં કક્ષામાં અવ્વલ ઊંચકવાની ક્ષમતા, જેટ સ્પ્રે કૂલિંગ સિસ્ટમ સાથે મોડર્ન એન્જિન, 34 Kms/Hrsની ટોપ સ્પીડ સાથે પ્લેનેટરી ગિયર રિડકશન 5005 મોડેલ 33 HPમાં છે, જે ઊભરતા પ્રવેશ સ્તરીય ખેડૂતો માટે અનુકૂળ માર્ગ આપે છે.

છેલ્લા બે દાયકામાં અમે આધુનિક પ્રોડક્ટ ફીચર્સ રજૂ કર્યાં છે, જેમાં પાવર સ્ટીયરિંગ, ઓલ ઈમર્સડ ડિસ્ક બ્રેક્સ, પ્લેનેટરી રિડકશન, ફોર્સ ફીડ લુબ્રિકેશન અને હાઈ ટોર્ક મશીન્સનો સમાવેશ થાય છે, એમ મેનેજિંગ ડાયરેક્ટર સતીશ નદીગેરે જણાવ્યું હતું. જોન ડિયર ભારતમાં આ ફીચર્સ રજૂ કરનાર પ્રથમ છે અને તે હવે ઉદ્યોગ માટે ધોરણ બની ચૂક્યું છે.

સતીશે એમ પણ જણાવ્યું હતું કે અમે ટેકનોલોજીની રીતે આધુનિક પ્રોડક્ટો સાથે ખેડૂતોને સશક્ત બનાવતાં ટ્રેક્ટર અને હાર્વેસ્ટરમાં નાવીન્યતા લાવવાનું અને નવી શ્રેણી રજૂ કરવાનું ચાલુ રાખ્યું છે. અમારી અગ્રતા ખેતી નિવારણો,ની વ્યાજ શ્રેણી ઓફર કરવાનું, આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનો અમલ કરીને તેમની ખેતીવાડીના અનુભવમાં મૂલ્યનો ઉમેરો કરવાનું છે. ટ્રેક્ટરની આ નવી શ્રેણી વિશ્વસનીય, ઉચ્ચ ટકાઉ હોવા સાથે સુરક્ષાની આવશ્યકતાઓને પહોંચી વળે છે અને વૈશ્વિક ધોરણો સાથે સુમેળ સાધતા ઉચ્ચ કક્ષાના ફીચર્સ સાથે આવે છે.

અમારો પ્રોડક્ટ પોર્ટફોલિયો ભારતમાં કૃષિ ક્ષેત્રમાં અમારા ઊંડાણભર્યા સંશોધન અને જ્ઞાન પર આધારિત છે. અમારા ગ્રાહકોને અસરકારક મૂલ્ય પરિમાણ આપવાનું, કામગીરીમાં ખર્ચ ઘટાડવાનું, ગુણવત્તા પ્રેરિત ઉત્કૃષ્ટતાઅને ઉત્કૃષ્ટ ટેકનોલોજી નિવારણો આપવાનું  અમારું લક્ષ્ય  છે. આ નવી પ્રોડક્ટો વ્યક્તિગત ખેડૂતો, કોન્ટ્રાક્ટના ખેડૂતો અને કસ્ટમ હાયરિંગના વેપારમાં રહેલા વેપાર સાહસિકોને પહોંચી વળશે. અમારી નાણાકીય સેવાઓ અમારા ગ્રાહકો ચાહે છે તે પારદર્શકતા, ગતિ અને સુવિધા આપે છે, એમ સેલ્સ અને માર્કેટિંગના ડાયરેક્ટર રાજેશ સિંહાએ જણાવ્યું હતું. જોન ડિયરની કામગીરી, અપટાઈમ અને કામગીરીનો ખર્ચ પૂરો પાડવાની ફિલોસોફી અહીં ઉત્તમ રીતે પહોંચી વળાય છે. અમે અમારા  ગ્રાહકોને પાંચ વર્ષની વોરન્ટી અને પાર્ટસ અને સર્વિસીસને આસાન પહોંચ આપવાની ખાતરી આપીએ છીએ, એમ સિંહાએ ઉમેર્યું હતું.

ભારતીય કૃષિ અવકાશ ઝડપથી આધુનિક બની રહ્યો છે ,જેથી ખેતીવાડી ક્ષેત્રમાં અખંડ અભિગમ અને નિવારણો માટે માર્ગ મોકળો બન્યો છે. કૃષિ પાક મૂલ્ય શૃંખલામાં અચૂકતા અને આધુનિક ટેકનોલોજીઓ મહત્વના  બની રહ્યાં છે. અમે શક્તિશાળી, નાવીન્યપૂર્ણ અને આધુનિક ટેકનોલોજીને ભારતીય બજારમાં લાવતી અત્યાધુનિક પ્રોડક્ટો પૂરી પાડીને ખેડૂતોને ટેકો આપીએ તે મહત્વનું  છે, એમ પબ્લિક અફેર્સના ડાયરેક્ટર મુકુલ વાર્શનીએ જણાવ્યું હતું.

જોન ડિયરની ભારતીય ખેડૂતો માટે અવ્વલ ટેકનોલોજી અને નાવીન્યતા પ્રત્યે કટિબદ્ધતાએ હંમેશાં ખેડૂતોની વૃદ્ધિની સંભાવનાઓ માટે વાતાવરણ નિર્માણ કર્યું છે. ખેતીમાં યાંત્રિકીકરણ અને ડિજિટાઈઝેશન કેન્દ્રમાં આવી ગયાં છે ત્યારે જોન ડિયર દ્વારા કૃષિના અવકાશમાં સુધારાના  પ્રયાસ બજાર આગેવાન તરીકે તેના સ્થાનને વધુ મજબૂત બનાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.