Western Times News

Gujarati News

ચોમાસું દેશમાં ૧૨ દિવસ પહેલાં પહોંચ્યું

નવી દિલ્હી: મોનસૂન પોતાની નિર્ધારિત સામાન્ય તારીખથી ૧૨ દિવસ પહેલાં શુક્રવારે આખા ભારતમાં પહોંચી ગયું છે. જેના લીધે દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થયો છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં વિજળી પડવાની ઘટનાઓમાં ૧૦ લોકોના મોત થયા છે.
ભારત હવામાન વિભાગે પોતાની વિશેષ દૈનિક હવામન રિપોર્ટમાં કહ્યું કે ‘દક્ષિણ-પશ્વિમ મોનસૂન રાજસ્થાન, હરિયાણા અને પંજાબના બાકી ભાગોમાં આગળ વધી રહ્યું છે અને શુક્રવારે આખા દેશમાં પહોંચી જશે.

આઇએમડીના મહાનિર્દેશક મૃત્યંજય મહાપાત્રાએ કહ્યું કે ”૨૦૧૩ બાદ મોનસૂન આ વર્ષે જેટલી ઝડપથી દેશમાં છવાયું છે. ૨૦૧૩માં મોનસૂન ૧૬ જૂનના રોજ દેશમાં પહોંચી ગયું હતું. તે સમયે ઉત્તરાખંડમાં ભીષણ પૂર આવ્યું હતું.’

હવામાન વિભાગે શુક્રવારે સાંજે પાંચ વગે એક બુલેટીનમાં કહ્યું કે, ગત ૨૪ કલાક દરમિયાન ઉત્તર-પૂર્વ રાજસ્થાનની ઉપર ક્ષોભમંડળના નિચલા સ્તરો પર ચક્રવાત સાથે પશ્વિમ રાજસ્થાન અને નજીકના પંજાબ અને હરિયાણા રાજ્યોમાં ઘણા સ્થળોએ વરસાદ થયો છે.
બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર જે પશ્વિમ અને ઉત્તર-પશ્વિમ તરફ વધ્યું અને મધ્ય ભારતની ઉપરથી મોનસૂન આગળ વધવામાં મદદ મળશે. મોનસૂન સામાન્ય રીતે એક જૂનથી કેરલ પહોંચે છે અને તેને પશ્વિમી રાજસ્થાનના શ્રીગંગાનગર પહોંચવામાં ૪૫ દિવસનો સમય લાગે છે જે દેશનું અંતિમ સ્થળ છે.

હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં બિહાર, પશ્વિમ બંગાળ, સિક્કીમ, અસમ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદની ભવિષ્યવાણી કરી છે. આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, અને ઝારખંડના કેટલાક સ્થળો પર ગર્જના સાથે વરસાદ અને વિજળી પડવાની આશંકા છે.

હવામાન વિભાગે કહ્યું કે આ હવામાન પેટર્નના કારણે ૨૬ થી ૨૭ જૂનના રોજ બિહાર, ઉપ હિમાલયી પશ્વિમ બંગાળ, સિક્કીમ, અસમ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં અલગ-અલગ સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ૨૮-૨૯ જૂનના રોજ મૂશળાધાર વરસાદની આશંકા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.