Western Times News

Gujarati News

પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોકેટ ગતિથી વધારો

File photo

સતત ર૧માં દિવસે પેટ્રોલમાં- રપ પૈસા અને ડીઝલમાં ર૧ પૈસાનો વધારો

(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોનાને કારણે બે મહિના લોકડાઉનમાં આર્થિક રીતે ફટકો સહન કરનાર નાગરિકોને અનલોક-૧માં પડતા પર પાટુ સમાનની સ્થિતિ  સર્જાઈ છે, કામ-ધંધા, વ્યવસાય ચાલુ થતા જ પેટ્રોલ-ડીઝલના ભાવ રોકેટ ગતિએ વધવા લાગ્યા છે આજે સતત ર૧માં દિવસે પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલમાં રપ પૈસા અને ડીઝલમાં ર૧ પૈસાનો વધારો કરી દીધો છે. સતત ભાવ વધારો લોકોને દઝાડી રહયો હોવા

છતા તંત્ર જાણે કે કુંભકર્ણની નીંદ્રામાં ગરકાવ થઈ ગયુ છે. પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો મોંઘવારી વધારશે તે નકકી છે એક તરફ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બેરલદીઠ પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ઘટાડો થઈ રહયો છે ત્યારે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કેમ વધી રહયા છે ?? તેવો પ્રશ્ન સામાન્ય નાગરિક પૂછી રહયો છે. સતત ભાવવધારો મધ્યમવર્ગની કેડ તોડી નાંખશે. લોકડાઉનમાં બે મહિના કામધંધા બંધ રહયા તેમાં લોકોને ખૂબ સહન કરવાનુ આવ્યુ છે.

હવે જયારે અનલોક-૧ માં સ્થિતિ પૂર્વવત થઈ રહી છે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો ઝીંકાઈ રહયો છે પાછલા ર૧ દિવસમાં ડીઝલના ભાવ વધારાથી ડીઝલ લીટરે ૧૧ રૂપિયા મોંઘુ થયુ છે તો પેટ્રોલ ૯.૧ર રૂપિયા મોંઘુ થયુ છે પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવ વધારો આશ્ચર્યજનક છે. કારણ કે ભાવ વધારો બે-ચાર દિવસથી નહી પરંતુ સતત ર૧ દિવસથી થઈ રહયો છે તે નાની વાત નથી. પેટ્રોલમાં ભાવ વધારાથી મધ્યમવર્ગ વાહનોનો ઉપયોગ કરે છે તે ચલાવવા ખર્ચાળ થશે તેવી જ રીતે ડીઝલના ભાવવધારાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતા તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની શક્યતા વધી જાય છે. પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો મોંઘવારી વધારશે પેટ્રોલ-ડીઝલમાં લાગતો ‘વેટ’ અલગ-અલગ રાજયોમાં જુદો હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.