Western Times News

Latest News in Gujarat

ભારતનો સૌપ્રથમ ઇન્ટરેક્ટિવ વોક થ્રુ એવીયરી ‘એસેલ વર્લ્ડ બર્ડ પાર્ક’ 

૬ અબજ ડોલરના એસ્સેલ ગ્રુપની પારિવારિક મનોરંજન પાંખ એસ્સેલવર્લ્ડ લીઝર પ્રા. લિ.એ મુંબઈમાં બર્ડ પાર્ક એસ્સેલવર્લ્ડ બર્ડ પાર્ક થકી ભારતનો પ્રથમ એક્ઝોટિક અને ઈન્ટરએક્ટિવ વોક ખુલ્લો મૂક્યો હતો. આંતરરાષ્ટ્રીય ધોરણોની સમકક્ષ આ પાર્ક ૧.૪ એકર જમીન પર ફેલાયેલો છે, જે રેઈનફોરેસ્ટ થીમ પર આધારિત છે. તે ફૂલફળાદિ અને ઝાડઝાંખરોથી ઘેરાયેલો છે. બર્ડ પાર્ક ૬૦થી વધુ જાતિનાં ૫૦૦થી વધુ એક્ઝોટિક પક્ષીઓનું ઘર છે. અહીં પક્ષીઓ ઊડતાં, માળા બાંધીને રહેતાં અને સમુદ્રિ પક્ષીઓ પણ જોવા મળશે. ઈએલપીએલનો હિસ્સો દેશના સૌથી વિશાળ એમ્યુઝમેન્ટ પાર્ક એસ્સેલવર્લ્ડ અને થીમ વોટર પાર્ક વોટર કિંગડમને તે પૂરક છે. એવિયરી થકી આ ઈન્ટરએક્ટિવ વોક શહેરમાં મુખ્ય આકર્ષણનાં કેન્દ્રમાંથી એક બન્યો છે અને આ સમર હોલીડેમાં મુંબઈમાં પ્રવાસ કરત નિસર્ગપ્રેમીઓ દ્વારા મુલાકાત માટે ટોચની પસંદગીમાં સ્થાન પામ્યો છે.

એસ્સેલવર્લ્ડ બર્ડ પાર્કમાં વિશેષ છોડવાંઓ અને ઝોડની ૨૦૦ જાતિઓ પણ છે અને પક્ષીઓ માટે નૈસર્ગિક રીતે અનુકૂળ હરિયાળી વસાહત મળી રહે છે, જે નિસર્ગનું અર્થઘટન કેન્દ્ર તરીકે પણ આલેખિત કરે છે. મહ¥વપૂર્ણ પક્ષી સંગ્રહાલયના ભાગરૂપ એસ્સેલવર્લ્ડે પક્ષીઓનું બારીકાઈથી ધ્યાન રાખવા અને કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલા પૂર્વ-સ્થાનબદ્ધ વાતાવરણમાં નૈસર્ગિક અને પર્યાવરણ સંવેદનશીલ રીતે તેમની નવી વસાહતનું સંવર્ધન કરવા માટે નિષ્ણાતોને રોક્યા છે. પાર્કમાં વિશેષ પક્ષીઓનું કિચન અને હેલ્થકેર સેન્ટર પણ છે.

એસ્સેલવર્લ્ડ લીઝર પ્રા. લિ.ના પ્રમોટર શ્રી અશોક ગોયલે જણાવ્યું હતું કે પક્ષીઓ નિઃશંક રીતે અત્યંત સુંદર અને રંગીન નિર્માણ છે અને તેથી તેમનું રક્ષણ અને સંવર્ધન કરવાનું આપણે માટે અત્યંત મહ¥વપૂર્ણ છે. એસ્સેલવર્લ્ડ બર્ડ પાર્કના લોન્ચ સાથે અમે અમારા મહેમાનોનું સ્વાગત કરવા સાથે અલગ અલગ પ્રકારનાં પક્ષીઓ વિશે જાગૃતિ ફેલાવીશું, જેઓ આપણી પૃથ્વીને રહેવાલાયક સ્થળ બનાવે છે. પક્ષીઓનાં હિતોનું રક્ષણ કરવા માટે અમે વિશેષ ધ્યાન રાખીશું અને યોગ્ય ઉપચાર અને સંવર્ધન કરવાની ખાતરી રાખવા માટે સર્વ જરૂરી પગલાં લઈશું.

બર્ડ પાર્કનાં મુખ્ય આકર્ષણોમાં આફ્રિકન ગ્રે પેરટ, બ્લુ ગોલ્ડ મેકાઉ, કોકટેઈલ, રેઈનબો લોરિકીટ, તાઉકેન, બ્લે લોરી અને વાયોલેટ તુરાકો જેવાં ઊડતાં પક્ષીઓ, કેલિફોર્નિયા ક્વેઈલ, ગોલ્ડન ફીઝન્ટ અને ઓસ્ટ્રિચ જેવાં ટેરેસ્ટ્રિયલ પક્ષીઓ, બ્લેક સ્વાન, અમેરિકન વીડ ડક અને મેન્ડારિન ડક જેવાં સમુદ્રિ પક્ષીઓ અને અન્ય ઘણી બધી વરાઈટીઓ જોવા મળશે.
એસ્સેલવર્લ્ડ લીઝર પ્રા. લિ.ના સીઈઓ શ્રી શિરીષ દેશપાંડેએ જણાવ્યું હતું કે એસ્સેલવર્લ્ડ બર્ડ પાર્ક અમારો ડ્રીમ પ્રોજેક્ટ છે અને અમારી ટીમ છેલ્લાં થોડાં વર્ષથી તેની પર સફળતાથી કામ કરી રહી છે.

પરિવારલક્ષી મનોરંજનના ક્ષેત્રમાં આગેવાન એસ્સેલવર્લ્ડે અમે નવનિર્મિતીઓમાં નવો દાખલો બેસાડ્‌યો છે. બર્ડ પાર્કના લોન્ચ સાથે અમે અમારા મહેમાનોને કશું અજોડ આપવા માગીએ છીએ અને તેઓ જ્યારે પણ અહીં આવે ત્યારે મંત્રમુગ્ધ કરનારો અનુભવ થાય તેની ખાતરી આપવા માગીએ છીએ. બર્ડ પાર્કની ઘણી બધી રોમાંચક વિશિષ્ટતામાંથી એક એક્ઝોટિક પક્ષીઓને મુલાકાતીઓ સાવ નજીકથી જોઈ શકશે, તેમને ખાવાનું ખવડાવી શકશે અને તસવીરો પણ પડાવી શકશે. અહીં ફીડિંગ ડેક, રેઈનફોરેસ્ટ વોક, રેઈનબો વોક, શોપિંગ નેસ્ટ- ધ મર્ચન્ડાઈઝ શોપ અને વૂડપેકર્સ સ્ટેડિયમ નામે એમ્ફિથિયેટર પણ છે, જેમાં મુલાકાતીઓ પક્ષીઓ સાથે વાતચીત કરી શકશે. પાર્ક ભારતમાં અનોખું વોક-ઈન એવિયરી છે, જ્યાં મુલાકાતીઓને એક્ઝોટિક પક્ષીઓની મુક્ત અવરજવર જોવા મળશે.