Western Times News

Gujarati News

ઝઘડીયા GIDCની પેન્ટાફોર્સ કંપનીમાંથી કંપાઉન્ડ વોલમાં બાકોરું પાડી સ્ટ્રીટ લાઈટના થાંભલા તથા કેબલની ચોરી

સ્ટ્રીટ લાઈટના થાંભલા બે નંગ તથા ૨૫×૪ કોર કોપર કેબલ ૫૩૨ મીટર ૪૭,૦૦૦ ની ચોરી.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાની ઝઘડીયા જીઆઈડીસીની પેન્ટાફોર્સ કંપનીમાં અજાણ્યા ચોર ઈસમોએ કમ્પાઉન્ડ વોલમાં બાકોરું પાડી કંપનીમાં રાખેલ સ્ટ્રીટ લાઈટના બે થાંભલા તથા ૫૩૨ મીટર જેટલો કોર ૨૫×૪ કોપર કોપર કેબલ મળી ૪૭,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ગયા છે.

ભરૂચ જીલ્લા ની ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ કંપનીઓમાં ચોરીની ઘટનાઓ દિવસે દિવસે વધતી જાય છે.જેનુ કારણ એ છે કે ઝઘડીયા જીઆઈડીસીની આજુબાજુના ગામોમાં અડ્ડો જમાવીને બેઠેલા સ્થાનિક તેમજ પરપ્રાંતિય ભંગારનો વ્યવસાય કરતાં ઈસમોએ છે.આવા ઈસમો લબરમૂછિયા યુવાનોને ચોરીના રવાડે ચડાવી ઉપરથી ચોરી કરાવતા હોવાની ઘટનાઓ ઝઘડીયા જીઆઈડીસી વિસ્તારમાં બનવા પામી છે.

ઝઘડીયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કંપની સંચાલકો પણ ચોરીની ઘટનાઓ બાબતે ત્રાસ અનુભવી રહ્યા છે.નાની મોટી ચોરીઓને અંજામ આપતા ચોરો હવે મોટો હાથ અજમાવતા પણ અચકાતા નથી જે લેનક્ષેસ કંપનીના પાવડર ચોરી ની ઘટનાઓ પરથી ફલીત થાય છે.ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ પેન્ટા ફોર્સ કંપનીમાં ગત તારીખ ૨૬ મી ની રાત્રે કોઈ અજાણ્યા ઈસમો કમ્પાઉન્ડ વોલ બાકોરું પાડી ગેરકાયદેસર રીતે કંપની માં પ્રવેશ કર્યો હતો અને ઈલેક્ટ્રીક સામાન ચોરી કરી ગયા હતા.આ બાબતે કંપનીના સિક્યુરિટી શ્યામભાઈએ કંપનીના જનરલ મેનેજર વસ્તુપાલને જાણ કરી હતી.

મેનેજરે કંપનીમાં આવીને જોતા સ્ટ્રીટલાઈટના બે થાંભલા તથા ૫૩૨ મીટર ૨૫×૪ કોર કોપર કેબલ ચોરી થયા હતા.ચોરી થયેલ સામાનની અંદાજીત  કિંમત ૪૭,૦૦૦ જેટલી થાય છે.ચોરીની ઘટના બાબતે કંપનીના જનરલ મેનેજર વસ્તુપાલ અંબાલાલ શાહે ઝઘડિયા પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.