Western Times News

Gujarati News

કેડિલા ફાર્માએ એન્ટી એલર્જીક ડ્રગ બિલાસ્ટીન બજારમાં મુક્યુ

અમદાવાદ : કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે તાજેતરમાં બિલાસ્ટીન સિરપ (30 એમએલ) અને 20 એમજીની બિલાસ્ટીન ટેબ્લેટ બજારમાં મુક્યાની જાહેરાત કરી છે. એવો નિર્દેશ આપવામાં આવ્યો છે કે બિલાસ્ટીન એ એલર્જીક રીનીટીસની સારવાર માટે વપરાતી એન્ટીહિસ્ટામાઈન દવા  છે.

બિલાસ્ટીન એ એન્ટીહિસ્ટામાઈન દવા છે જે હાલમાં એલર્જીક રીનીટીસની સારવારમાં હાલમાં ચાલતી દવાની ઉણપ પૂરી કરે છે. અને ડોકટરોની એલર્જીક રીનીટીસના દર્દીઓની સારવારની અપેક્ષા પૂર્ણ કરે છે. બિલાસ્ટીન આ કેટેગરીમાં ઉપલબ્ધ અન્ય મોલેક્યુલની તુલનામાં  એકશનનના ઝડપી પ્રારંભ, ઘેન ચઢવાનો અભાવ ધરાવવા ઉપરાંત તે હૃદય માટે સલામત છેકેડિલા ફાર્માસ્યુટિકલ્સની બિલાકાર્ડ નામ ધરાવતી પ્રોડક્ટ પણ બહેતર સલામતી અને અસરકારકતા ધરાવે છે.

 ભારતમાં તમાકુના ધૂમાડા, વાયુ પ્રદૂષકોની અસર, વાહનોના પ્રદૂષણ તથા અન્ય પ્રકારનાં વાયુ પ્રદૂષણોને કારણે એલર્જીક રીટનીટીસના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત લંગ આન્ડીયામાં પ્રસિધ્ધ થયેલા એક તાજા અભ્યાસ અનુસાર ભારતનાં એલર્જીક રીટનીટીસના 65 ટકા દર્દીઓ અસ્થમાનો ભોગ પણ બનેલા છે. નાકની એલર્જીના બહેતર નિયંત્રણથી અસ્થમાને નિયંત્રિત કરી શકાય છે.

કેડીલા ફાર્માસ્યુટિકલ્સનો સમાવેશ ભારતની સૌથી મોટી ખાનગી હસ્તકની ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં થાય છે. કંપનીએ ફેબ્રુઆરી- 2020માં યુએસએફડીએનુ ઈન્સ્પેકશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યુ છે. આ કંપની છેલ્લા 6 દાયકાથી દુનિયાભરના દર્દીઓ માટે પોસાય તેવી દવાઓ વિકસાવીને તેનુ ઉત્પાદન કરી રહી છે. આ કંપની ઈનોવેશન આધારિત ડ્રગ ડીસ્કવરી પ્રક્રિયા ધરાવે છે અને વિશ્વના દર્દીઓના આરોગ્ય અને સૌષ્ઠવની કાળજી રાખે છે.દર્દીઓની કાળજી રાખવામાં માનતી કંપની તરીકે કેડીલા સંશોધન અને ક્લિનિકલ પ્રેકટીસમાં સર્વોચ્ચ નીતિવિષયક ધોરણોનુ પાલન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.