Western Times News

Gujarati News

લાયન્સ, લાયોનેસ, અને લીઓ ક્લબ ઓફ ગાંધીનગરનો ૪૨ મો પદગ્રહણ સામારોહ વર્ચયુઅલ માધ્યમથી યોજાયો

લાયન્સ ઇન્ટરનેશનલ ડીસ્ટ્રીક્ટ ૩૨૩૨, બી-૧ના તથા લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગરના ઇતિહાસમાં પ્રથમ વાર વર્ચયુઅલ પદગ્રહણ સામારોહ યોજાયો. જેના ઇનસ્ટોલીંગ ઓફીસર પૂર્વ ડીસ્ટ્રીક્ટ ગર્વનરશ્રી લાયન યોગેશભાઇ દવે દ્વારા ત્રણેય ક્લબના પદાધિકારીઓને હોદ્દાના શપથ લેવડાવ્યા હતાં. ગાંધીનગર મહાનગર પાલિકાના સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન શ્રી દેવેન્દ્રસિંહ ચાવડા મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. લાયન્સ ક્લબ ગાંધીનગરના ૪૨ માં પ્રમુખ તરીકે લાયન ઉમંગ પંડ્યા, મંત્રી રામચંદ્ર વ્યાસ, ખજાનચી તરીકે મૌલિક ચૌધરી અને લાયોનેસ પ્રમુખ તરીકે મિત્તલબેન રાણા, મંત્રી સ્વાતિબેન ગોર, ખજાનચી તરીકે ઉષાબેન તટ્ટુ તથા લીઓ ક્લબ ઓફ ગાંધીનગરના પ્રમુખ તરીકે લીઓ વિનય જયસંધાણી, મંત્રી કાર્તિક યાદવ, ખજાનચી તરીકે લીઓ કરણ મણીકની વરણી કરવામાં આવી. વર્ચયુઅલ માધ્યમથી યોજાયેલ આ કાર્યક્રમમાં ત્રણેય પાંખના સભ્યશ્રીઓ તેમજ દેશ વિદેશના ૮૦૦ થી વધુ સભ્યો ઝુમ તથા યુટ્યુબના માધ્યમથી લાઇવ જોડાયાં હતાં.

સંસ્થાના નવા વરાયેલા પદાધિકારીઓને પૂર્વ ડીસ્ટ્રીક્ટ ગર્વનરશ્રીઓ લાયન હરેન્દ્રભાઇ શુક્લ, યોગેન્દ્રભાઇ પટેલ તથા ડીસ્ટ્રીક્ટ ગર્વનરશ્રી નરેન્દ્રભાઇ પટેલએ વર્ચયુઅલ માધ્યમથી આર્શીવચન પાઠવ્યા હતાં.

આમંત્રિત મહેમાન તરીકે ડીસ્ટ્રીક્ટ કેબીનેટ સેક્રેટરી હિરેનભાઇ મેવાડા(ડેજીગ્નેટેડ), કેબીનેટ ટ્રેઝરર હરિષભાઇ ત્રિવેદી, રીજીયન ચેરમેન અતુલભાઇ જોશી(ડેજીગ્નેટેડ) અને લીયો ચેરપર્સન (ડેજીગ્નેટેડ) ફ્રેની પટેલ, લીઓ મલ્ટીપલ ડીસ્ટ્રીક્ટ પ્રેસિડેન્ટ (ઇલેક્ટ) કથન ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં હતાં. આ સંપૂર્ણ કાર્યક્રમ કોવીડ – ૧૯ની સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ તથા સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરીને યોજાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.