Western Times News

Gujarati News

રીક્ષાચાલકોની માંગણીઓ ન સ્વીકારાતા આંદોલનનું રણશીંગુ

અમદાવાદ: રાજયના રીક્ષાચાલકોને કોવિડ-૧૯ મહામારીમાં થયેલા નુકશાનના બદલે રોકડ સહાય અથવા તો વગર વ્યાજની લોન સહિતની માંગણીઓ અંગે નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરાઈ હતી. જા કે રીક્ષાચાલકોની માંગણીઓનો અસ્વીકાર કરવામાં આવતા હવે મંગળવારની બેઠક બાદ તેઓ આંદોલનનું રણશીંગું ફૂંકશે. રીક્ષાચાલકો હડતાળ પર જવા સુધીની તૈયારી કરીને બેઠા હોવાનું જાણવા મળે છે.

લોકડાઉનમાં રીક્ષાચાલકોની હાલત કફોડી બની ગઈ હતી. તેથી રાજ્યના રીક્ષાચાલક એસોસીએશને રીક્ષાચાલકોને રોકડ સહાય માટે રજુઆત કરી હતી. જા કે કોઈ ઉકેલ ન આવતા સોમવારે રાજેયના વિવિધ રીક્ષાચાલકોના એેસોસીએશનના પ્રતિનિધિઓ નાયબ મુખ્યમંત્રીને મળવા ગયા હતા અને તેમને રજુઆત કરી હતી.

રીક્ષાચાલકોએ રજુઆતમાં જણાવ્યુ હતુ કે લોકડાઉનના પગલે રીક્ષાચાલકોની સ્થિતિ  કફોડી બની હોઈ રોકડ સહાય ચુકવવામાં આવે અથવા તો રીક્ષાચાલકોને વગર વ્યાજની લોન ચુકવાય, ઉપરાંત રીક્ષાચાલકો માટે વેલ્ફેર બોર્ડની પણ રચનાની માંગણી કરી હતી. જા કે, રીક્ષાચાલકોની રજુઆતનો નાયબ મુખ્યમંત્રી દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ છે. આ સંજાગોમાં રીક્ષાચાલક એસોસીએશને મંગળવારે બેઠક બોલાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.