Western Times News

Gujarati News

કોંગી અગ્રણી ભરતસિંહને સારવાર માટે અમદાવાદ લવાયા

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી અને તાજેતરમાં યોજાયેલી રાજયસભાની ચૂંટણીના ઉમેદવાર ભરતસિંહ સોલંકીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને સારવાર અર્થે વડોદરાની ખાનગી  હોસ્પિટલમાં   દાખલ કરવામાં આવ્યા હતા. જયાંથી તેમને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં  લાવવામાં આવ્યા છે. રાજયસભાની ચૂંટણીના સમયે તેમને શરદી- તાવના લક્ષણો નજરે પડયા હતા ત્યાર પછી તેમણે તબીબી પરીક્ષણ કરાવતા કોરોના પોઝીટીવ આવ્યો હતો જેના પગલે ભરતસિંહ સોલંકીને વડોદરા ખાતે ખાનગી હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા છે અમદાવાદની ખાનગી હોÂસ્પટલમાં તેમને સારવાર આપવામાં આવશે. બીજી તરફ ભરતસિંહના સંપર્કમાં આવેલા કોંગી આગેવાનો કવોરોન્ટાઈન થઈ ગયા હતા તો વડોદરામાં કોરોનાની સારવાર લઈ રહેલા મૌલિન વૈષ્ણવની તબિયતમાં સુધારો થતા તેમને હોÂસ્પટલમાંથી રજા આપી દેવાઈ છે.

કોરોનાને કારણે વડોદરા ખાતે ભરતસિંહ સોલંકીની સારવાર ચાલી રહી હતી પરંતુ ત્યાં તેમની તબિયત લથડતા તેમને અમદાવાદમાં વધુ સારવાર માટે લાવવામાં આવ્યા છે. ભરતસિંહ સોલંકી કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે તેમની તબિયત બગડતા કોંગી આગેવાનો- કાર્યકરો ચિંતિત થયા છે આજે સવારે તેમને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા છે જયાં તજજ્ઞ ડોકટરો ધ્વારા તેમને સારવાર આપવામાં આવી રહી છે.

કોંગ્રેસમાં એક પછી એક નેતાઓને કોરોના પોઝિટિવ આવતા મોવડી મંડળ પણ ચોંકી ઉઠયુ છે સૌ પ્રથમ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના થયો હતો પરંતુ ત્યારબાદ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે  આ ઉપરાંત મ્યુનિ. વિપક્ષના નેતા દિનેશ શર્માને પણ કોરોનાનો ચેપ લાગતા તેમને અને તેમના પુત્રને એસ.વી.પી હોસ્પિટલમાં  દાખલ કરાયા હતા તેઓ પણ સારવાર લીધા બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે

રાજયસભાની ચૂંટણી બાદ તબીયત લથડતા ભરતસિંહનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં  દાખલ થયા હતા ભરતસિંહ ઉપરાંત તેમની સાથે સંપર્કમાં આવનાર તમામ કોંગ્રેસના નેતાઓ કોરોન્ટાઈન થઈ ગયા હતાં. કોંગ્રેસના અગ્રણી મૌલીન વૈષ્ણવને પણ શરદી ઉધરસ થતા તેમને પણ દાખલ કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.