Western Times News

Latest News in Gujarat

બાયડ તાલુકાના તેનપુર મંદિરમાંથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માટી અને જળ એકત્રિત કરવામાં આવ્યા

ભગવાન રામચંદ્ર ના અયોધ્યામાં નવ નિર્માણ મંદિર માટે અરવલ્લી જિલ્લાના તેનપુર ગામ ના મંદિર માંથી જળ માટી અને કળશ બાયડ તાલુકાના તેનપુર ગામના વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકરો દ્વારા એકત્રિત કરી અયોધ્યા મોકલવામાં આવી હતી
છેલ્લા કેટલાક વર્ષોથી રામ મંદિર નિર્માણ માટે અયોધ્યા માં સુપ્રીમ કોર્ટે ના આદેશ મુજબ રામ મંદિર નું કામ ચાલુ કર્યું છે ત્યારે મંદિર નિર્માણ માં ભારત ના પવિત્ર તીર્થ માં થી જળ અને માટી કળશ  માં ભરી લઈ જવામાં આવે છે ત્યારે ભવ્ય રામ મંદિર નાં નિર્માણ માટે તેનપુર ગામના ઉત્સાહિત  વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરો દ્વારા  પોતાના ગામના  મંદિર પરિસરમાંથી  જળ અને માટી કળશ માં ભરી અયોધ્યા મોકલવા નો કાર્યક્રમ કરવામાં આવ્યો  મંદિર માંથી જળ માટી અને કળશ નું પૂજા અર્ચન કરી વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા અને આ તમામ પવિત્ર માટી જળ કળશ નું  વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્ય કરો પટેલ સંદીપભાઈ ,પટેલ જયદીપભાઇ, પટેલ અક્ષય ભાઈ ,પટેલ મેલાભાઈ ગિરધરભાઈ ,પટેલ લલ્લુભાઈ ,પટેલ બળવંતભાઈ ,પટેલ પંકજભાઈ જેવા અગ્રણી કાર્યકરો  ઉપસ્થિત રહીને ભગવાન રામ નું ભવ્ય મંદિર નું નિર્માણ કાર્ય ચાલુ કરવામાં આવે તે હેતુથી જળ અને માટી કળશ માં ભરી અયોધ્યા મોકલવામાં આવી હતી