Western Times News

Gujarati News

મોડાસા:ડુઘરવાડામાં ત્રણ દિવસમાં ૫ લોકો,૧૦ પશુઓને બચકાં ભરી આતંક મચાવનારા બે કપિરાજ આખરે પાંજરે પુરાયા, લોકોમાં હાશકારો 

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા : મોડાસા તાલુકાના ડુઘરવાડા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી વાનર ટોળકીએ ભારે ઉત્પાત મચાવતાં ગામમાં આતંક મચાવી દીધો હતો આ ટોળકીમાં રહેલ બે વાનરોને હડકવાની અસર થઇ હોય તેમ બે દિવસમાં ૫ લોકોને અને ૧૦ થી વધુ પશુઓને બચકા ભરતા અને ગામમાં અડિંગો જમાવનાર વાનર ટોળકી જતા આવતા લોકો ઉપર હુમલા કરતી હોવાથી  અને તેમને પાડી દેતી હતી જેના કારણે કેટલાક લોકોને નાની મોટી ઇજા થઇ હતી.કપિરાજનો આતંક વધી જતા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી.વનવિભાગ ટીમે અને દયા ફાઉન્ડેશનની મદદથી બંને કપિરાજને ઝડપી પાડવા ગામમાં પાંજરા મુકતા હુમલાખોર વાંદરા  તેમાં કેદ થઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો

મોડાસા તાલુકાના ડુઘરવાડા ગામે કપીરાજોએ આતંક મચાવ્યો હતો.કપીરાજે છેલ્લા ત્રણ દિવસમાં ૫ વ્યક્તિઓને બચકા ભરીને ઘાયલ કર્યો હતા.જેના કારણે ગામમાં ભયનો માહોલ છવાયો હતો.અંતે કપીરાજને વનવિભાગ દ્વારા રેસક્યુ કરીને પાંજરે પુરવામાં આવ્યો હતો. ડુઘરવાડા ગામમાં મુખ્યરસ્તાઓ ઉપર પસાર થતા ગ્રામજનોને બે જેટલા વિફરેલો વાનર બચકા ભરતો હતો.જેથી ગ્રામજનોએ આ બનાવ અંગે મોડાસા વન વિભાગને જાણ કરી હતી.આથી વનવિભાગે ગામમાં  પાંજરુ મુકવામાં આવ્યુ હતુ.બે દિવસની મહેનત બાદ આજરોજ બે કપીરાજ પાંજરે પુરવામાં સફળતા મળી હતી

આ અંગે વનવિભાગના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે આ કપિરાજને અરવલ્લીના જંગલોમાં છોડી મુકવામાં આવશે.પાંજરે પુરોયેલા કપીરાજને જોવા માટે ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડયા હતા.જ્યારે કપીરાજ પાંજરે પુરાયો તેવા સમાચાર આસપાસના વિસ્તારમાં પ્રસરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.