Western Times News

Latest News in Gujarat

રોહિતની સારી ક્વાલિટી એ છે કે તે મોટી સેન્ચુરી માટે રમે છે

ચેન્નાઈ: ૨૦૧૩માં મહેન્દ્ર સિંહ ધોનીના કહેવા પર રોહિત શર્માએ જ્યારે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ક્રિકેટ ટીમ વતી ઓપનિંગ કરી હતી ત્યારથી તેની ક્રિકેટ કરીઅરમાં એક જબરદસ્ત વળાંક આવ્યો હતો. ઈન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર કૃષ્ણમાચારી શ્રીકાન્ત રોહિતના પર્ફોર્મન્સ પર ફિદા છે.

રોહિતના પર્ફોર્મન્સની વાત કરતાં શ્રીકાન્તે કહ્યું કે, ‘વિશ્વ ક્રિકેટમાં રોહિત શર્માને હું ગ્રેટેસ્ટ ઓલટાઈમ વનડે ઓપનર તરીકે જાઉં છું. રોહિત શર્મા સારી ક્વાલિટી એ છે કે તે મોટી સેન્ચુરી અને ડબલ હન્ડ્રેડ સુધી રહેવાનો પ્રયાસ કરે છે. તેની આ વાત સૌથી સારી છે.

તમે વિચારી શકો છો કે વન-ડે ક્રિકેટમાં તમે ૧૫૦, ૧૮૦, ૨૦૦ રન કરીને તેમને ક્યાં પહોંચાડી શકો છો. રોહિતમાં એ ક્ષમતા છે. જ્યાં સુધી વિશ્વના ક્રિકેટ ઈતિહાસમાં ગ્રેટેસ્ટ આૅલટાઈમ વન-ડે ઓપનરની વાત આવે તો રોહિતનું સ્થાન ટાપ ૩ થી ૫માં ચોક્કસ આવે.’