Western Times News

Gujarati News

બોરસદ ખાતે ડોક્ટર ડે ની સરકાર ના આપેલા આદેશોના પાલન સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી

બોરસદ શ્રદ્ધા હોસ્પિટલ ખાતે મુસ્લિમ બ્લડ ડોનેશન ગ્રુપ તથા ડોક્ટર ડે ના સ્થાપના દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ઇન્દુ બ્લડ બેન્કના સહયોગ થી કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમા બોરસદના આશરે ૧૦૦ થી વધુ યુવાનોની સાથે હોસ્પીટલના ડોક્ટર સહિતના તમામ સ્ટાફે ભાગ લઈને બ્લડ ડોનેટ કર્યુ હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં ખાસ સૌ પ્રથમ બ્લડ ડોનેટ ની શરૂઆત આપણા સૈનિક જવાન મીલેટ્રી મેન સૈયદ સાહેબ થી કરવામાં આવી હતી.

કોઈપણ નાતજાતના ભેદભાવ વગર નિઃસ્વાર્થ કામ કરતી સંસ્થા એવી મુસ્લિમ બ્લડ ડોનેશન ગ્રુપ ના આજ રોજ ૨ વષૅ પુરા થયા જેમા આજ દિન સુધી બોરસદ શહેર તથા અન્ય ગામોમાં જ્યારે પણ કોઈ પેશન્ટ ને ઈમરજન્સી બ્લડ ની જરૂર પડે તો હર હંમેશા તેમની મદદ મા ઉભા રહ્યા છે આજ સુધી ૧૫૦૦ થી વધુ બ્લડ ડોનેશન કરી ને પેશન્ટ ને મદદરૂપ થયા છે

આજના આ કાર્યક્રમ માં ખાસ ઉપસ્થિત બોરસદ શહેરના મામલતદાર એ એમ શેરશીયા સાહેબ, સાથે નાયબ મામલતદાર ઉમેદભાઈ ચુનારા સાહેબ,તાલુકા હેલ્થ ઓફિસર રાકેશભાઈ,અતુલભાઈ,હોસ્પીટલના ડોક્ટર ચીફ ઈકબાલભાઈ,બ્લડ ડોનેશન ગૃપના બોરસદ પ્રમુખ સોહીલભાઈ મસાલાવાળા,ગૃપના તમામ સભ્યોએ ખાસ હાજરી આપીને આ સમગ્ર કાર્યક્રમ ને ખુબજ ઉત્સાહથી સફળ બનાવ્યો હતો આ સુંદર કાર્યક્રમ ને સફળ બનાવવામાં હોસ્પીટલના ડોક્ટર ઈકબાલભાઈ અને તેઓની સાથે તમામ સ્ટાફે સાથ સહકાર આપ્યો હતો તે બદલ બોરસદ બ્લડ ડોનેશન ગૃપના પ્રમુખ તથા તમામ સ્ટાફ દ્વારા શ્રદ્ધા હોસ્પિટલનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.