Western Times News

Gujarati News

પુતિન ૨૦૩૬ સુધી રશિયાના રાષ્ટ્રપતિપદે સત્તારૂઢ રહેશે

મોસ્કો, રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સત્તાકીય રીતે પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. હવે પુતિન ૨૦૩૬ સુધી રશિયામાં સત્તા પર રહી શકશે. આ માટે બંધારણના કાયદામાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મુકાયો હતો, જેના પર રશિયાના લોકોનો અભિપ્રાય લેવા માટે સરકારે વોટિંગ કરાવવાની કવાયત હાથ ધરી હતી. રશિયાના લોકોએ આ ફેરફાને ભારે બહુમતિ સાથે મંજૂરી આપી દીધી છે. આમ નવા કાયદા પ્રમાણે પુતિનનો રાષ્ટ્રપતિ તરીકે વર્તમાન કાર્યકાળ સમાપ્ત થયા બાદ તેમને ૬-૬ વર્ષની બીજી બે ટર્મ રાષ્ટ્રપતિ તરીકે મળશે તે નિશ્ચિત થઈ ગયું છે.

આમ પુતિનના રાષ્ટ્રપતિ તરીકેના વર્તમાન કાર્યકાળ અને બીજા ૧૨ વર્ષને ગણતરીમાં લેવામાં આવે તો તેઓ ૨૦૩૬ સુધી રશિયાના રાષ્ટ્રપતિ રહેશે. રશિયામાં આ કાયદા પર કોરોનાના સંક્રમણ વચ્ચે પણ વોટિંગ યોજાયું હતું. મતદાનની કાર્યવાહી એક સપ્તાહ સુધી ચાલી હતી. એ પહેલાં પુતિને લોકોને વિશ્વાસમાં લેવા માટે મોટું પ્રચાર અભિયાન પણ ચલાવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.