Western Times News

Gujarati News

રવિવારે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ : પૈસાની લેણ-દેણ પર પડી શકે છે અસર!

નવી દિલ્હી,  ગુરુપૂર્ણિમાના( 5 જૂલાઈ, 2020) દિવસે આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ છે. જો કે ત્રીજીવખત છે કે ચંદ્રગ્રહણ ગુરુપૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણના લીધે ચંદ્રના આકારને કોઈ જ ફર્ક નહીં પડે. આથી ચંદ્રને સામાન્ય દિવસની જેમ જ નરીઆંખે જોઈ શકાશે. જો કે આ ચંદ્રગ્રહણની અસર રાશિઓ પર પડશે અને તેના લીધે તેનો સારો કે ખરાબ પ્રભાવ જોવા મળશે. જાણીએ કઈ રાશિ પર કેવો પ્રભાવ આ ચંદ્રગ્રહણના લીધે પડશે.

1. ધન રાશિ
ચંદ્રગ્રહણનો પ્રભાવ ધનુ રાશિના જાતકો પર પડશે. આ ગ્રહણ માનસિક તણાવ લાવી શકે છે. લોકોની સાથે આ દિવસે ઝઘડો થઈ શકે છે. આ સિવાય ખર્ચમાં પણ મુશ્કેલી આવી શકે છે.

2. વૃશ્વિક રાશિ
આ રાશિના જાતકો માટે પણ ચંદ્રગ્રહણ ભારે રહેશે. માન-સન્માનને લઈને અન્ય લોકોની સાથે વિવાદ થઈ શકે છે. પરિવારમાં ઝઘડાઓ જોવા મળી શકે છે. આ સિવાય દિવસના જે નિયમિત કાર્યો છે તેમાં પણ અણબનાવ બની શકે છે.

3. સિંહ રાશિ
આ રાશિના જાતકોને ચંદ્રગ્રહણના દિવસે નવી વસ્તુઓ ખરીદવી ના જોઈએ. આ સિવાય જમીન કે વાહનની પણ ખરીદી ના કરવી જોઈએ. કોઈને પૈસા આપો તો તે પૈસા પરત આવવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે. આ સિવાય જો કોઈ મોટા નિર્ણય કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

4. મિથુન રાશિ
ચંદ્રગ્રહણનો પ્રભાવ આ રાશિના જાતકો પર પડી શકે છે. સ્વાસ્થ્યને વધારે કાળજી રાખશો. આ સિવાય જે ધાર્યા કામ હોય તે પૂર્ણ થવામાં પણ વિલંબ થઈ શકે છે. વાદ-વિવાદથી દૂર રહેવું જોઈએ.

5. કન્યા રાશિ
આ રાશિના જાતકોએ ચંદ્રગ્રહણના દિવસે નાણાકીય બાબતોમાં ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત જો ક્યાંય પણ રોકાઈ કરવાનું વિચાર્યું હોય તો આ દિવસે ના કરવું હિતાવહ રહેશે. ખાણીપીણીમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.