દોલપુર ના દિવ્યાંગ સામાજિક કાર્યકર બન્યા કોરોના વોરિયર્સ જાતે માસ્ક બનાવી કરે છે વિતરણ
(પ્રતિનિધિ)બાયડ: કોરોના ને લઈ સૌ કોઈ પોત પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે ધનસુરા તાલુકાના દોલપુર ના દિવ્યાંગ સામાજિક કાર્યકર પુષ્પાબેન પટેલ કોરોના વોરિયર્સ તરીકે પોતાની કામગિરી કરી રહ્યા છે.તેઓ જાતે માસ્ક બનાવી આ માસ્ક નું વિતરણ ઘરે-ઘરે જઈ કરી રહ્યા છે.તેમણે અત્યાર સુધી ૩૦૦૦ જેટલા માસ્ક બનાવ્યા છે અને દોલપુર તેમજ ભેંસાવાડા ગામમાં આ માસ્ક નું વિતરણ કર્યું હતું.જેને લઈ ને તેમના આ કાર્ય ની સૌ કોઈ એ સરાહના કરી હતી.પુષ્પાબેન એ બનાવેલા માસ્ક નું વિતરણ પુષ્પાબેન પટેલ સરપંચ અંબાબેન દેસાઈ અને નટુભાઈ દેસાઈ એ ગામમાં કર્યું હતું.સૌ કોઈ કોરોના માં પોતપોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે એક દિવ્યાંગ અને સામાજિક કાર્યકર પુષ્પાબેન પટેલ સૌ કોઈના માટે ઉદાહરણ રુપ કાર્ય કરી રહ્યા છે.