Western Times News

Gujarati News

બજારમાં આશરે ૨૫ કરોડના ચીની રમકડાંનો સ્ટોક હજુ છે

પ્રતિકાત્મક

ચીનના બોયકોટ વચ્ચે વેપારીઓ શું કરશે ? અમદાવાદમાં ‘મેડ ઈન ચાઈના’ના રમકડાંનું મોટું બજાર, ચીનની આર્થિક જાળમાંથી કેવી રીતે બહાર આવશે બજાર
અમદાવાદ,  એક તરફ કોરોનાવાયરસનો કહેર ચાઈનાથી જ ફેલાવ્યો હતો તે કોઈ વ્યક્તિ ભૂલ્યું નથી. ત્યાં બીજી તરફ ચીને ભારતના સૈનિકો પર વાર કર્યો છે જેને લઈને હવે દરેક ભારતીયના દિલમાં ચાઈના માટે ઉગ્ર રોષ છે. આ વચ્ચે ગુજરાતમાં રમકડાંના વેપારીઓ પણ હવે ચાઈનીઝ પ્રોડક્ટ ખરીદવાનો બહિષ્કાર કરી રહ્યા છે. એવું નથી કે ગુજરાતમાં રમકડાં ઉદ્યોગ વિકસિત નથી છતાં ચાઈનાની વસ્તુ શા માટે ગુજરાતમાં વેચાય છે તે સવાલ છે.

રમકડાંની દુકાનમાં જાવા મળતી પ્રોડક્ટ ચાઈનાની છે તો કેટલીક ભારતમાં બનાવેલી તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રોડક્ટમાં કેટલીક અમદાવાદની પણ પ્રોડક્ટ છે તો કેટલીક તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રોડક્ટમાં કેટલીક અમદાવાદની પણ પ્રોડક્ટ છે તો કેટલીક ગુજરાતના વાપી અને નાની દમણમાં બનેલી પણ પ્રોડક્ટ છે. આ રમકડાં બાળકોને ખુબ જ ગમે છે.

પણ જ્યારે બાળકો પોતાના ગમતા રમકડા કરે છે ત્યારે શું મા-બાપ વિચારે છે કે આ પ્રોડક્ટ મેડ ઈન ચાઈના છે કે પછી મેડ ઈન ઈન્ડિયા. અમદાવાદ ગામ રમકડા એસોસિએશનના પ્રમુખ કેતનભાઈ પાસેથી અમને જાણવા મળ્યું કે અમદાવાદમાં આશરે ૨૫ કરોડનો સ્ટોક ચાઈનીઝ રમકડાંઓ છે જેને કોઈપણ વેપારી હવે વેચી નહીં શકે.

આ અંગે અમદાવાદ ટોયસ એસોસિએશનના પ્રમુખ કેતન પટેલના કહેવા પ્રમાણે, અમદાવાદમાં ૨૫ કરોડના ચાઈનીઝ રમકડા પડ્યા છે. જે સ્ટોક છે ત્યાં સુધી હજી વેચાશે. અમદાવાદમાં કેવી રીતે આવે છે ચાઈનીઝ રમકડા ? અમદાવાદમાં ચાઈનીઝ રમકડાં દિલ્હી અને મુંબઈથી આવે છે તે પણ જળમાર્ગે. દિલ્હી અને મુંબઈથી આવતા રમકડા અમદાવાદમાં રોડ મારફતે અથવા તો શિપીંગ મારફતે પણ આવે છે. હોલસેલ માર્કેટના વેપારી પાસેથી ડિસ્ટ્રીબ્યુશન થાય છે અને જેના દ્વારા છૂટક વેપારીઓ રમકડાંની ખરીદી કરતા હોય છે.

પરંતુ અમદાવાદમાં છૂટક વેપારીઓ એ ચિંતામાં છે કે સરકાર આ માટે કોઈ પોલિસી જાહેર કેમ નથી કરતી. શા માટે હજી ગુજરાતમાં રમકડાના ઉદ્યોગને અવગણવામાં આવે છે. આ અંગે ગુરૂકુળમાં રમકડાની દુકાન ધરાવતા ભાવિક મોદીના કહેવા પ્રમાણે, સરકારનું કોઈ પ્રોત્સાહન નથી મળતું. જેને કારણે ઘણું સહન કરવું પડે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, સરકારની પોલીસી હજી નક્કી કરવાની બાકી છે.

જેમાંથી ચાઈનીઝ રમકડા ભારતમાં ન આવે તે માટે પણ હજુ પ્રયત્નો કરવા પડશે.  ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર આજની પરંતુ અનેક વખત થઈ ચૂક્યો છે પરંતુ સંપૂર્ણપણે ચાઈનાની માર્કેટ ભારતમાં આવે છે એ વાત ને કોઈ શંકાને સ્થાન નથી. આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકારનું ધ્યાન દોરાય તે જરૂરી છે. જેથી રમકડા ક્ષેત્રે નવી પોલિસી બને અને રમકડાં ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.