Western Times News

Gujarati News

હેપ્પી બર્થ-ડે : ૩૯ વર્ષનો થયો મહેન્દ્ર સિંહ ધોની

રાંચી: મહેન્દ્ર સિંહ ધોનીનો આજે ૩૯મો જન્મદિવસ છે. રાંચીની ગલીઓથી ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટન બનવા સુધી ધોનીએ એક લાંબી સફર કરી છે. હવે તે ટીમમાં યુવા ખેલાડીઓના મેન્ટરની ભૂમિકામાં વધારે દેખાય છે. તેણે બાળપણમાં ઘણા સંઘર્ષ કર્યો. તેનો પરિવાર એક રૂમના મકાનમાં રહેતો હતો.

કદાચ બાળપણમાં સંઘર્ષથી જ તેની અંદર જીતનો જુસ્સો અને ધૈર્ય મળ્યું. આજે આ ખાસ દિવસ પર ધોનીના યાદગાર ક્રિકેટ પળો પર એક નજર કરીએ.

ધોનીએ સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં પોતાના ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી હતી. તેણે બાંગ્લાદેશ સામે ચિટ્ટગાંવમાં પહેલીવાર ટીમ ઈન્ડિયાની જર્સી પહેરી. પરંતુ આ મેચમાં ધોની ૦ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પાકિસ્તાનની ટીમનો પ્રવાસ હતો. આ સીરિઝની બીજી વન-ડે મેચ હતી, જ્યારે કેપ્ટન ગાંગુલીએ ધોનીને ત્રીજા નંબરે બેટિંગ માટે મોકલ્યો. આ પહેલા લાંબા-લાંબા છગ્ગા મારવામાં ધોનીને મોટું નામ મળ્યું હતું, પરંતુ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં હજુ તે પ્રભાવ છોડી શક્યો નહોતો.

પરંતુ અહીં મળેલી તકનો તેણે ફાયદો ઉઠાવ્યો અને ૧૨૩ બોલમાં ૧૪૮ રન ફટકારીને ભારતીય ટીમનો સ્કોર ૩૦૦ને પાર પહોંચાડી દીધો હતો. આ ઈનિંગ્સમાં ધોનીએ ટીમ ઈÂન્ડયામાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી હતી. આ તેના વન-ડે કરિયરની પાંચમી મેચ હતી. વર્ષ ૨૦૦૫માં શ્રીલંકા સામે જયપુરમાં રમાયેલી મેચમાં ભારતને ૨૯૯ રનના ટાર્ગેટનો પીછો કરવાનો હતો. એક વાર ફરી ધોનીને નંબર ૩ પર તક મળી અને તેણે ૫૦ ઓવર વિકેટકિપિંગ કર્યા બાદ મેચના અંત સુધી બેટિંગ કરી અને ૧૮૩ રન ફટકાર્યા. ધોનીના વન-ડે ક્રિકેટ કરિયરનો આ સર્વોચ્ચ સ્કોર છે.

પહેલીવાર ટી-૨૦ વર્લ્ડકપ રમાઈ રહ્યો હતો અને મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે આ ઈતિહાસ રચી દીધો. ભારત માત્ર ટી-૨૦ વર્લ્ડકપના ફાઈલનમાં જ નહોતું પહોંચ્યું પરંતુ પોતાના કટર હરીફ પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. વિશ્વકપ-૨૦૧૧ની ફાઈનલાં ભારતને ૨૭૫ રનનો ટાર્ગેટ મળ્યો હતો. સચિન અને સેહવાગ જલ્દી (૩૧ રન) આઉટ થઈ ગયા. આ બાદ વિરાટ આઉટ થયો તો ધોની પાંચમાં નંબરે બેટિંગ પર ઉતર્યો. ધોનીએ આ મેચમાં ગંભીર સાથે મેચ વિનિંગ પાર્ટનરશીપ કરી અને ટીમ ઈન્ડિયાને વિનિંગ સિક્સ મારીને જીત અપાવી.

વર્ષ ૨૦૧૩માં ઘરેલુ સીરિઝ ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહી હતી. ઓસ્ટ્રેલિયા સામે ચેન્નઈમાં રમાઈ રહેલી આ ટેસ્ટમાં ધોનીએ પોતાના કરિયરની એકમાત્ર બેવડી સદી ફટકારી હતી. ધોનીએ અહીં ૨૨૪ રન બનાવ્યા હતા ભારતે આ મેચ ૮ વિકેટથી જીતી લીધી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.