Western Times News

Gujarati News

સમાજના દરેક વર્ગના લોકો કોરોના વિશે નાની-મોટી ભૂમિકા ભજવે છે – ર્ડા ધીરજ કાકડીયા

કોરાના-19ની મહામારી દરમ્યાન સરકારના સહયોગ પર વેબીનાર યોજાયો

08 JUL 2020 PIB Ahmedabad,  ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના લોક સંપર્ક બ્યુરો (આર.ઓ.બી.) અને પી.આઈ.બી. અમદાવાદ તેમજ પત્રકારત્વ વિભાગ, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કોવિડ-19ની મહામારી દરમ્યાન સરકારના સહયોગ વિશે એક વેબીનાર યોજાઈ ગયો.

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો તેમજ આર.ઓ.બી.ના અપર મહા નિદેશક (રીજીનલ) ર્ડા. ધીરજ કાકડીયાએ જણાવ્યું હતું કે સરકારનું કોઈ પણ નાનું મોટું કદમ જનતાની સુખાકારી માટે હોય છે એવી શ્રદ્ધા દરેક નાગરિકને હોવી જોઈએ. હું રાષ્ટ્ર માટે શું કરી શકું ?  તેવી ઉમદા ભાવના સાથે કમ સે કમ રાષ્ટ્ર મારા માટે જે કરી રહ્યું હોય તેમાં હું શતપ્રતિશત યોગદાન આપું એ ભાવના દરેક નાગરિકમાં હોવી અનિવાર્ય છે. લોકતંત્રમાં જનતાની ભાગીદારી વગર સરકારની કોઈ પણ જનસુખાકારીની મહેચ્છા સાંગો પાંગ ચરિતાર્થ થઈ શકે નહિ તે સુવિદિત છે.

શ્રી કાકડિયાએ કહ્યું કે કોઈ પણ પક્ષની સરકાર હોય લોકતંત્રમાં જનતાભિમુખ શાસન વ્યવસ્થાતંત્રનો પ્રાણ હોય છે. વિધેયાત્મક મૂલવણીથી માલૂમ પડશે કે જનતાનું હિત સરકારના મનમાં હમેંશા અગ્રતાક્રમે રહેતું હોય છે. સિસ્ટમમાં શ્રધ્ધા હોવી જોઈએ તેઓએ પ્રધાનમંત્રીના શબ્દોને યાદ કરતા ઉમેર્યું હતું કે દેશની 130 કરોડ જનતા એક ડગલું ચાલે તો 130 કરોડ ડગલું આપણો દેશ આગળ વધશે કદમ થી કદમ મીલાવી કામ કરીશું તો કોવિડનો સામનો ચોક્કસ કરી શકીશું.

આર.ઓ.બીના ડેપ્યુટી ડાયરેકટર સરિતા દલાલે કોવિડ-19ની મહામારી દરમ્યાન સરકારના સહયોગ વિશે બોલતા જણાવ્યું હતું કે, કેન્દ્ર, રાજય કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ કોઈ પણ સરકાર હોય એને સહયોગ આપીને જ કોરાના પર જીત મેળવવી શક્ય બની શકે. આ ઉપરાંત કોઈ પણ પક્ષની સરકાર હોય એણે લોક કલ્યાણના ઉપાયો જ વિચારવા જોઈએ સરકાર અને સિસ્ટમમાં રહેલી મર્યાદાઓએ સમાજ સમજે અને સ્વીકારે તો જ એનું સાચું મૂલ્યાંક્ન થઈ શકે. કોવિડ-19ને હરાવવા  સમાજના અને સરકારના પ્રયત્નો સફળ નીવડે.

ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના વડા પ્રો. પુનિતાબેન હરણેએ કોવિડ 19 મહામારીની અચાનક આવી પડેલ પરિસ્થિતિને વિશે જણાવ્યું હતું કે જનતાએ આ સમય ગાળા દરમ્યાન શું કરવું શું ના કરવું એ સ્વયં ધ્યાન આપવું પડશે. આપણા શરીરની જવાબદારી સરકારો પર ના ઠોકી બેસાડાય. આપણું શરીર આપણી જવાબદારી છે. સરકારની કેવી રીતે હોઈ શકે ? સરકાર જનતાની મદદ માટે હંમેશા તત્પર રહે છે.

હોસ્પિટલો રાત-દિવસ ચાલુ રાખવી પડી, પ્રજાજનોની મદદ માટે બંધ હોસ્પિટલોને પણ તાત્કાલિક ચાલું કરાવી, નિયમોનો ભંગ ના થાય તે માટે પોલીસની મદદ લેવાય. આપણે પણ સરકારને લીધેલા નિર્ણયો જેવા કે વારંવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, ગરમ પાણી પીવું, એક બીજાને અડવાનું નહીં, માસ્ક હંમેશા પહેરી રાખવું જેવા નિયમોનું પાલન કરી સરકારને મદદરૂપ થઈએ. જો મૃત્યુનો ડર હશે તો લોકો જાતે જ કાળજી રાખશે.

ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગ પ્રો. વિનોદ પાંડે એ જણાવ્યું હતું કે સરકારને ર્ડાક્ટરો, નર્સો, સામાજીક સંસ્થાઓ, સફાઈ કામદારો, પોલિસ કર્મચારીઓએ ઉત્સાહભેર આગળ આવી સહયોગ આપ્યો છે. મીડીયાનો પણ આ મહામારી દરમ્યાન મહત્વની ભૂમિકા રહી છે.

ગ્રામ્ય સ્તરે સરકારની માહિતી પહોંચાડી પત્રકારોઓ બહુ મોટો સહયોગ આપ્યો છે. તેમજ ઈલેકટ્રોનીક મીડીયાએ પણ હકારાત્મક ભૂમિકા નિભાવી છે. કોવિડ-19 મહામારી વિશે જનતાને સચેત કરવા વારંવાર પ્રસાર-પ્રચાર કરી જાગૃત કર્યા છે. ઘણી સ્વયં સેવી સંસ્થાઓએ સારું કામ કર્યું છે. કીટ બનાવી જરૂરતમંદ લોકોને મોકલી સંસ્થાઓએ સરકારને સાથ આપ્યો છે. તેમજ જમવાનું પણ પૂરુ પાડવામાં આવ્યું છે. જનતાએ સરકારના નિયમોનું પાલન કરશે તો આ મહામારી સામે લડાઈ જીતી શકીશું.

આ ઉપરાંત વેબીનાર દરમિયાન ભાગ લીધેલ 40 થી પણ વધુ લોકો તેમજ પત્રકારત્વના વિદ્યાર્થીઓએ  તેમજ પત્રકારો સાથે પ્રશ્નોતરીનું સેશન પણ રાખવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.