Western Times News

Gujarati News

ક્રિમીલેયરની આવક મર્યાદા ૧૬ લાખ કરવા સરકાર ઉપર દબાણ

વર્તમાન આવક સીમા ૮ લાખથી વધારવા આયોગની માગ સામે સરકારના ૧૨ લાખના પ્રસ્તાવનો વિરોધ કરાયો
નવી દિલ્હી,  રાષ્ટીય પછાત વર્ગ આયોગ ઓબીસી સમુદાય વચ્ચે Âક્રમી લેયર નિર્ધારીત કરવા માટે વાર્ષિક આવક સીમાની માંગ પૂર્ણ કરવા તૈયાર છે. આયોગનું કહેવું છે કે વર્તમાન આવક સીમા ૮ લાખથી વધારીને ૧૬ લાખ કરી દેવામાં આવે. આયોગે સરકારના ૧૨ લાખ રુપિયાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. ઓબીસી, શૈક્ષણિક સંસ્થાનો અને સરકારી નોકરીઓમાં ૨૭ ટકા અનામત મેળવવા માટે યોગ્ય છે, શરત એટલી કે એ Âક્રમી લેયરની શ્રેણીમાં આવે નહીં.

જોકે, આયોગના સૂત્રોના કહેવા અનુસાર પેનલ ઓબીસીની ક્રીમી લેયર આવક સીમા નક્કી કરવા માટે વેતન સામેલ કરવાના સરકારના વિવાદાસ્પદ પ્રસ્તાવ હશે. આ વર્ષે માર્ચમાં તેનો વિરોધ કરાયો હતો. રાષ્ટીય પછાત વર્ગ આયોગના એક વરિષ્ઠ અધિકારીએ નામ નહીં કહેવાની શરતે કહ્યું કે લોકડાઉન શરુ થયા બાદ અમારી કોઈ આંતરિક બેઠક યોજાઈ કે ચર્ચા થઈ નથી.  એટલા માટે હમણાં સુધી, આયોગનું વલણ પહેલાં જેવું જ છે. કેમ કે સરકારે કેબિનેટે ફરીથી આયોગને મોકલી છે. એટલા માટે વેતન એમાં સામેલ કરવા સહમત થઈ શકીએ છીએ. જોકે, આયોગના એક પદાધિકારીએ એમ પણ કહ્યું કે Âક્રમી લેયરની આવક સીમા ૮ લાખ રુપિયાથી વધારીને ૧૬ લાખ રુપિયા કરવા માટે આયોગ ચોક્કસ પણે સરકાર પર દબાણ કરશે. તેમણે ઉમેર્યું કે જો ૧૯૯૩ પછી આવક સીમાની યોગ્ય સમીક્ષા કરાઈ હોત તો, આજે એ લગભગ ૨૦ લાખ રુપિયા હોત. એટલા માટે અમે પ્રસ્તાવ આપીશું કે તે વધારીને ૧૬ લાખ રુપિયા કરવામાં આવે.

એક ઘટકના રુપમાં વેતનને સામેલ કરવાનો મુદ્દો, પછાત આયોગની વચ્ચે ટકરાવનો મુદ્દો બની ગયો હતો, જેમાં ભાજપના કેટલાય નેતા તેના સભ્ય અને મોદી સરકાર સામેલ છે. રાષ્ટÙીય પછાત વર્ગનો વિચાર છે કે વેતનને સામેલથી સરકારી શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં અનામત માટે યોગ્ય ઓબીસી પૂર ખૂબ ઓછી કરી શકે છે. આવક સીમા બે ગણી કરવાથી કેટલાક તો ૨૭ ટકા અનામત હેઠળ પોતાની પાત્રતા જાળવી શકશે. રાષ્ટÙીય પછાત વર્ગે આયોગે માર્ચમાં કહ્યું હતું કે તેણે ઓબીસી અનાતમમાં એ રીતે ફેરબદલ નહીં કરવા જોઈએ કે એ ભારતમાં અનામતના નિયમો માનનાર મૂળ સિદ્‌ધાંતન ફગાવી દે.

આ પહેલાં મીડિયા અહેવાલ પ્રગટ થયા હતા કે માર્ચમાં સરકારને લખેલા એક પત્રમાં આયોગે સરકારના પ્રસ્તાવને મજબૂત અપવાદના રુપમાં લીધો હતો અને કહ્યું કે અનામતની પાછળ નિર્વિવાદ સિદ્‌ધાંત સામાજિક છે, નહીં કે આર્થિક પછાતપણું છે – આ સિદ્‌ધાંત નવા પ્રસ્તાવ દ્વારા તેનો પાયાના રુપથી ભંગ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.