Western Times News

Gujarati News

સેવાલીયા પાસેથી લક્ઝરી બસમાંથી ભારતીય બનાવટની પિસ્ટલ સાથે બે શખ્સો ઝડપાયા

સેવાલિયા જૂની ચેકપોસ્ટ ખાતે વાહનચેકિંગ દરમિયાન પોલીસે ભારતીય બનાવટની દેશી પીસ્ટલ સાથે બે શખ્સોને ઝડપી પાડીને તેઓની વિરૂધ્ધ આમ્ર્મ્સ એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી મુજબ સેવાલિયા પોલીસની ટીમે આજરોજ વહેલી સવારના સમયે જૂની ચેકપોસ્ટ ખાતે વાહનચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન સવારના ચાર વાગ્યાના અરસામાં ગોધરા તરફથી ધારીવાલ ટ્રાવેલ્સની લક્ઝરી બસ નં. એમપી-૦૯, એફએ-૯૧૧૯ આવતાં પોલીસે તેને રોકી ચેકિંગ હાથ ધર્યું હતું. દરમ્યાન ટ્રાવેલ્સની બાલ્કનીની સીટ નં ૧૭ અને ૧૮ માં બેઠેલાં ઈસમો પોલીસને જોઈ આઘાપાછા થવા લાગ્યાં હતાં. અને કાળા કલરનો થેલો લઈ લક્ઝરી બસમાંથી નીચે ઉતરવા લાગ્યાં હતાં.

પોલીસને આ બંને ઈસમો પર શંકા જતાં તેઓને રોક્યાં હતાં. અને પૂછપરછ કરતાં તેઓ ભુપેન્દ્રભાઈ ઉર્ફે પ્રવિણ ભાઈ આનંદભાઈ વણઝારા (રહે.નાગરવેલ હનુમાનજી મંદિર પાસે, અમરાઈવાડી, અમદાવાદ) અને કુલદીપ મુલચંદ જાંગીડ (રહે.ગેસ ગોદામ સામે પાલી માર્ગ તા.સલાપુરા, જિ.શેઓપુર, મધ્યપ્રદેશ) હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ પોલીસે ભુપેન્દ્રભાઈ વણઝારા પાસેના થેલાની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટની સિલ્વર કલરની મેગેઝીનવાળી એક પિસ્ટલ મળી આવી હતી. પોલીસે પિસ્ટલ સાથે રાખવાનું લાયસન્સ માંગતાં તેઓ રજૂ કરી શક્યાં ન હતાં. જેથી પોલીસે તેઓ બંનેની અટકાયત કરી હતી. પોલીસે પિસ્ટલ કિંમત રૂ.૨૫૦૦, ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂ.૧૬૦૦૦ તેમજ અંગ જડતીમાંથી મળી આવેલ રોકડા રૂ.૨૩૬૦ મળી કુલ રૂ.૨૦,૮૬૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. અને પકડાયેલા ભુપેન્દ્રકુમાર ઉર્ફે પ્રવિણભાઈ આનંદભાઈ વણઝારા અને કુલદીપ મુલચંદ જાંગીડ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ ૧૯૫૯ની કલમ ૨૫(૧)(એ), ૨૫(૧-બી)(એ) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.