અમદાવાદ, AMCના ખોખરા વોર્ડમાં ભાજપના મહિલા કોરપોરેટર જયમીનીબેન દવે તેમજ તેમના પરિવારમા
પતિ અને પુત્ર પણ કોરોના સંકઁમિત થતા કવોરન્ટાઈન કરાયા છે. ખોખરા વોડઁના કોરપોરેટર જયમીનીબેન
દવેના પરિવારમા અગાઉ ત્રણેક માસ પુવઁ પુત્રી વિદેશથી પરત ફરતા સમગઁ પરિવારને હોમ કવોરન્ટાઈન
કરાયા હતા. ખોખરા વોડઁમા લોકસેવાના કેમ્પો તેમજ પરપાંતના લોકોની વચ્ચે સેવામા સતત સાથી
કોરપોરેટર સાથે કાયઁરત રહેતા જયમીનીબેન દવેનો પરિવાર કોરોનાની વૈશ્રિવક મહામારીમા બીજી વાર
કોરેન્ટાઈન થયો છે. જયારે સોમવારે નવા વાડજના કોર્પોરેટર જીજ્ઞેશ પટેલ પણ કોરોના સંક્રમિત થયા હતા.
ગત સપ્તાહે બોડકદેવના મહિલા કોર્પોરેટર દીપતિબેન અમરકોટિયા અને કાંતિભાઈ પટેલના રીપોર્ટ
પણ પોઝીટીવ આવ્યા હતા.