Western Times News

Latest News in Gujarat

કોરોનાના કારણે ભારતીય ટીમના ૨૦૨૦-૨૧ના ક્રિકેટ શિડ્યુલમાં થઈ શકે મોટા ફેરફાર

નવી દિલ્હી: માર્ચ મહિનામાં કોરોના વાયરસના કેસો સામે આવતા ભારતની સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનારી વન-ડે સીરિઝ પર પાણી ફરી વળ્યું હતું. જાેકે આ બાદ આઈપીએલની ૧૩મી સીઝનનું પ્લાનિંગ પણ બંધ કરવું પડ્યું. સતત વધી રહેલા કોરોનાના કારણે ભારતીય ટીમની આગામી વર્ષની સીઝન સુધી ઘરઆંગણે કે વિદેશમાં રમાતી તમામ સીરિઝમાં ફેરફાર થઈ શકે છે.

જેમ કે,પહેલા જુલાઈના મધ્યમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ક્રિકેટરો માટે નેશનલ કેમ્પનું આયોજન કરવાનું હતું, જાેકે લોકડાઉન વધતા અને ફ્લાઈટ ટ્રાવેલ તથા હોસ્પિટાલિટીની ચિંતા વચ્ચે મ્ઝ્રઝ્રૈંને તેનો પ્લાન પાછળ કરવો પડ્યો. બોર્ડના પ્લાન વિશે જાણકાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, ધ્યાન રાખો કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મંજૂરી વિના કશું ન કરી શકે.

હવે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં બેંગલોરમાં જ્યાં નેશનલ ક્રિકેટ એકેડમી આવી છે, ત્યાં સ્થિતિ સુધરે તેવી આશા કરાઈ રહી છે. આ ઉપરાંત પ્લાન બી તરીકે હિમાચલના ધર્મશાળામાં કેમ્પ લગાવી શકાય છે. જાેકે ટ્રાવેલ અને સામાન પહોંચાડવાની સમસ્યા વચ્ચે આ પ્લાનને પણ હોલ્ડ પર રાખવામાં આવ્યો છે. સૂત્રએ જણાવ્યું કે, અન્ય એક બાબત ધ્યાનમાં લેવા જેવી છે કે યોજાય છે તો ખેલાડીઓએ ટૂર્નામેન્ટના ૨૧ દિવસ પહેલા ફ્રેન્ચાઈઝીને રિપોર્ટ કરવાનું રહેશે. એવામાં સેન્ટ્રલ કેમ્પ માત્ર ઔપચારિકતા બની જાય છે.

કેમ્પને આગળ ખસેડવો તે જ માત્ર એક ચિંતા નથી. બોર્ડને મોટી આવક કરવતી આ વર્ષે યોજાવાની છે જેમાં સ્ટેડિયમમાં દર્શકો નહીં હોય. માત્ર ટીવી ઓડિયન્સ માટે યોજાનારી આ ટૂર્નામેન્ટથી ભારતની ઓસ્ટ્રેલિયા ટૂરને પણ અસર થશે. સૂત્ર મુજબ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કરેલા હાલના શિડ્યૂલમાં ૩ ડિસેમ્બરથી ભારત સાથે પહેલી ટેસ્ટ શરૂ થવાની છે. ટેસ્ટ પહેલા ત્રણ ટી-૨૦ મેચોની એક સીરિઝ પણ રમાવાની છે. ટેસ્ટ બાદ ત્રણ વન-ડે મેચોની સીરિઝ છે. હવે ટી-૨૦ કે વન-ડે સીરિઝમાંથી કોઈ એકને કેન્સલ કરવી પડશે. ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડકપને જાેતા આ ટી-૨૦ સીરિઝનું આયોજન કરાયું હતું,

પરંતુ હવે વર્લ્ડકપનું આયોજન નથી થઈ રહ્યું, એવામાં ટી-૨૦ સીરિઝ રદ થવાની સંભાવના છે. ઉપરાંત ટેસ્ટ સીરિઝને પણ એક અઠવાડિયું પાછળ ખસેડી શકાય છે. આ સાથે જ ભારત ટેસ્ટ સીરિઝ પહેલા ત્યાં બે વોર્મ અપ મેચો પણ રમશે. આથી સીરિઝની શરૂઆત ૧૦ ડિસેમ્બર આજુબાજુમાં થઈ શકે. સૂત્રો મુજબ,પ્રેસિડેન્ટ ક્વોરન્ટાઈન સમયને ટૂંકો કરવા વિશે વાત કરી ચૂક્યા છે. તેમનું કહેવું હતું કે ખેલાડીઓના ઓસ્ટ્રેલિયા માટે જતા પહેલા બે કોરોના ટેસ્ટ કરાશે અને ત્યાં લેન્ડ થયા બાદ બે ટેસ્ટ કરાશે. જાે તમામ નેગેટિવ હશે તો ફરજિયાત બે અઠવાડિયાના ક્વોરનટાઈનની જરૂર નહીં રહે.

ઓસ્ટ્રેલિયા ટૂર ખતમ થયાના એક અઠવાડિયામાં જ ભારતીય ટીમે પાછું આવવું પડશે. ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. એવામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝમાં પણ ફેરફાર થઈ શકે છે. ઈંગ્લેન્ડ હવે ભારતમાં પાંચની જગ્યાએ ત્રણ ટેસ્ટ મેચ, પાંચ વન-ડે અને પાંચ ટી-૨૦ મેચ રમશે. કોરોનાના કારણે ભારત-સાઉથ આફ્રિકા સીરિઝ રદ થતા નુકસાન વેઠનારા બ્રોડકાસ્ટરને તે મદદ કરશે. આ સાથે જ બોર્ડ આગામી વર્ષે માર્ચ મહિનામાં  આયોજન થાય તે માટેના શિડ્યૂલ પર કામ શરૂ કરી શકે છે. જેથી આ વર્ષે સ્ટેકહોલ્ડર્સને થયેલું નુકસાન રિકવર કરી શકાય.