Western Times News

Gujarati News

પહેલી ટેસ્ટમાં વેસ્ટઈન્ડીઝને ઓછી આંકી હતી ઈંગ્લેન્ડે : નાસીર હુસેન

નવી દિલ્હી: ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસીર હુસેનનું કહેવું છે કે તેમની ટીમે પહેલી ટેસ્ટમાં વેસ્ટઈન્ડીઝને ઓછી આંકી હતી. ૮ જુલાઈથી શરૂ થયેલી પહેલી ટેસ્ટ મૅચમાં ઈંગ્લેન્ડ હારી ગયું હતું. નાસીર હુસેને પહેલાં પણ કહ્યું હતું કે ટેસ્ટમાં સ્ટુઅર્ટ બ્રાૅડને ન રમાડીને ઈંગ્લેન્ડે ભૂલ કરી છે. જાેકે પહેલી ટેસ્ટ હારતાં તેને બીજી ટેસ્ટમાં રમાડવામાં આવશે. આ વિશે નાસીર હુસેને કહ્યું કે ‘વેસ્ટઈન્ડીઝના સુપર પર્ફોર્મન્સને લઈને તેમને હૅટ્‌સ-ઑફ છે.

જાેકે હું ઈંગ્લેન્ડની ટીમને એક સવાલ પૂછું છું કે જાે આ ઍશિઝ હોત તો શું તેઓ સ્ટુઅર્ટ બ્રાૅડને પહેલી મૅચમાં પડતો મૂકત ? મારું માનવું છે કે જાે તેમણે એક ભલૂ કરી તો તેઓ હવે વેસ્ટઈન્ડીઝ સામે સતત ભૂલ કરતા રહેશે. વિઝડન ટ્રોફી હાલમાં જેસન હોલ્ડરની ટીમ પાસે છે એમ છતાં ઈંગ્લેન્ડે વેસ્ટઈન્ડીઝને પહેલી ટેસ્ટમાં ઓછી આંકી હતી. જાે બ્રાૅડ રમ્યો હોત તો સ્ટોક્સ બુધવારે વહેલી સવારે બોલિંગ માટે આવી ગયો હોત અને તેણે વેસ્ટઈન્ડીઝને જલદી આઉટ કરી દીધું હોત.’
સ્ટુઅર્ટ બ્રાૅડને પડતો મૂકવાનો મને કોઈ પસ્તાવો નથી અને અમે નસીબદાર છીએ કે તેના જેવા પ્લેયરને પડતો મૂકી શકવા માટે અમારી પાસે એવા પ્લેયર પણ છે.

તેણે ઇન્ટરવ્યુમાં જે પેશન દેખાડ્યું છે એ જાે તેણે ન દેખાડ્યું હોત તો મને દુઃખ થયું હોત. જાે તેને બીજી ટેસ્ટમાં રમાડવામાં આવ્યો તો આશા રાખું છું કે તે વિકેટ મેળવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.