Western Times News

Gujarati News

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં દીપડો પાંજરે પુરાતા પંથકમાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો

 અગાઉ બે દિવસમાં નવ જેટલા લોકો ઉપર દીપડાએ હુમલો કર્યો હતો

 વનવિભાગ દ્વારા પાંજરા મુકતા પાવ સજોઇ ગામે દીપડો રાત્રિના પાંજરે પુરાયો.

 દીપડાને ધોબી કૂવા રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી તપાસ હાથ ધરાઇ માનવજાત ઉપર હુમલો કરનાર કે પછી અન્ય ?

ધાનપુર તાલુકામાં પાંચ દિવસ અગાઉ ત્રણ ગામમાં કુલ નવ લોકો પર દીપડાએ હુમલો કરતા વનવિભાગે દિપડાને પાંજરે પુરવા પાંજરા ગોઠવતા દીપડો પાંજરે પુરાતા પંથકના લોકોએ હાશકારો અનુભવ્યો. માનવજાત ઉપર હુમલો કરનાર દીપડો ઝડપાયો કે પછી અન્ય ?

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં છેલ્લા ચાર પાંચ દિવસોમાં  આમલી મેનપુર, પાવ સજોઈ અને ખજૂરી ગામે એક પછી એક એમ દીપડાએ હુમલો કરતા ૦૪ વર્ષના બાળક થી લઇ ૬૦ વર્ષની મહિલાને પોતાનો શિકાર બનાવ્યા હતા. જેમાં ઘરની અંદર સૂતેલાને પણ આ દીપડાએ શિકાર બનાવાતા આ પંથકમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ.

જેના કારણે ક્યાંક દીપડો માનવભક્ષી બન્યું કે પછી બની જશે તેવા ડર થી લોકોએ આ દિપડાને પાંજરે પુરવાની માંગ કરતા વન વિભાગે જંગલમાં દીપડાના પંજાના આધારે તપાસ હાથ ધરી પાવ સજોઇ ગામે પાંજરું મૂકવામાં આવ્યું હતું અને વનવિભાગની ટીમ દ્વારા જંગલને ખૂદી વળ્યા હતા ત્યારે ગત રાત્રીના બે વાગ્યાના અરસામાં દીપડો શિકારની શોધમાં આવી પહોંચતા પાંજરામાં શિકાર કરવા જતાં તે પાંજરે  પુરાઈ ગયેલ અને વનવિભાગ  દ્વારા રાતોરાત આ દિપડાને દેવગઢબારિયા થી પાવાગઢ પાસે ધોબી કૂવા રેસ્કયું સેન્ટર ખાતે લઇ જવાયો હતો

ત્યારે આ દીપડો પાંજરે પુરાતા પાંજરામાંથી બહાર નીકળવાના પ્રયત્નોમાં તેને ઇજા પહોંચી હતી. પંજાના નિશાનના આધારે તપાસ હાથ ધરવામાં આવશે કે આજ દીપડો છે. જેને માનવજાત ઉપર હુમલો કર્યો હતો કે પછી અન્ય કોઈ દીપડો પાંજરે પૂરાયો છે. ત્યારે હાલમાં આ પંથકના લોકોને દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે.

મઝહર અલી મકરાણી દેવગઢ બારિયા જી.દાહોદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.