Western Times News

Gujarati News

દીપિકા પાદુકોણે ફેન્સને જણાવ્યું કે તે લોકડાઉન પછી સૌથી પહેલા શું કરશે ?

મુંબઈ: કોરોના કાળમાં હવે બોલિવુડ સેલેબ્રિટી પણ કોરોનાના ખતરાથી મુક્ત નથી રહ્યા હાલમાં જ બોલિવુડ શહેશાહ અમિતાભ બચ્ચન અને અભિષેકને કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા પછી બીજા પણ કેટલાક સેલેબ્સે તેમના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાની વાત કરી છે. ત્યારે પાછલા લાંબા સમયથી પોતાની પતિ રણવીર સિંહ સાથે સેલ્ફ ક્વારંટાઇનમાં રહેતી બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે હાલ સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેણે મંગળવાર રાત્રે ઈન્સ્ટાગ્રામમાં પોતાના ફેન્સથી વાત કરી હતી. અને આ દરમિયાન તેને ફેન્સના અનેક સવાલોના જવાબ આપ્યા હતા.

બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર છજા સ્ી ટ્ઠહઅંરૈહખ્ત સેશનમાં ભાગ લીધો હતો. અને તેણે આ દરમિયાન ફેન્સ સામે અનેક ખુલાસા કર્યા હતા. તે વાત તો બધા જ જાણે છે કે દીપિકા પાછલા લાંબા સમયથી પતિ રણવીર સિંહ સાથે સેલ્ફ ક્વારંટાઇનમાં છે. અને તે પોતાના ક્વારંટાઇન ટાઈમની ડિટેલ અવાર નવાર સોશિયલ મીડિયામાં આપતી રહે છે. અને આ લગતા વીડિયો અને તસવીરો પણ શેર કરતી રહે છે.

ત્યારે એક ફેને દીપિકાને પુછ્યું કે તે લોકડાઉન પછી સૌથી પહેલા શું કરશે ? તેના જવાબમાં દીપિકાએ કહ્યું કે લોકડાઉન પછીના તેમના બકેટ લિસ્ટમાં સૌથી પહેલું બેંગલુરુમાં તેના પેરેન્ટસ અને બહેનને મળવા જશે. જ્યારે દીપિકા પાદુકોણના એક ફેન તેને પુછ્યુ કે તેની અજીબ ટેલેન્ટસ શું છે તો દીપિકાએ કહ્યું કે આ વાત તો તેના પતિ રણવીર સિંહ અને તેની બહેન અનિષા પાદુકોણને પુછવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.