Western Times News

Gujarati News

‘માસ્કના દરરોજ ૧૦૦ કેસ કરો’

પ્રતિકાત્મક

અમદાવાદ: હવે ટ્રાફિક નિયમભંગની જેમ કોરોના નિયમભંગમાં પણ પોલીસ કાર્યવાહી કરીને દંડ ફટકારશે. શહેરની ટ્રાફિક પોલીસ વિભાગના સંયુક્ત પોલીસ કમિશનાના હવાલેથી જાહેર કરવામાં આવેલ એક પરિપત્રમાં શહેરના તમામ ૧૪ ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર રખડતા લોકોને પકડી પાડીને દરરોજના ઓછામાં ઓછા ૧૦૦ કેસ કરવાનું કહેવામાં આવ્યું છે. જેના કારણે શહેરમાં ટ્રાફિક ડ્રાઈવની જેમ થોડા સમયમાં રસ્તા પર કોરોના ડ્રાઈવ પણ જાેવા મળશે.

આ તમામ પોલીસ સ્ટેશનને આ માટે અલાયદી રિસિપ્ટ બુકો પણ આપવામાં આવી છે. જેથી રસ્તા પર જાહેરમાં માસ્ક પહેર્યા વગર નીકળતા અને જાહેરમાં થૂંકતા લોકો વિરુદ્ધ શહેર પોલીસ હવે આકરી કાર્યવાહી કરશે. કોરોના સામેની લડાઈ હજુ ઘણી લાંબી છે. તેવામાં બેદરકારી દાખવતા લોકો સામે દંડનું શસ્ત્ર ઉગામીને જાગૃત કરવા માટે આ પદ્ધતિ અપનાવવામાં આવી છે.

જાેકે પોલીસની દંડાત્મક કાર્યવાહીમાં કોર્પોરેશનની કાર્યવાહી કરતા થોડી રાહત રહેશે કેમ કે જાે માસ્ક ન પહેર્યું હોય તો છસ્ઝ્ર રૂા. ૫૦૦નો દંડ વસૂલે છે જ્યારે પોલીસ રૂા. ૨૦૦નો દંડ વસૂલશે. તેવામાં આવા સંજાેગોમાં ૧૦ રૂા. નું માસ્ક ન પહેરાનારા લોકોને જાે પોલીસ પકડશે તો રૂા. ૨૦૦ અને કોર્પોરેશન દ્વારા પકડાશે તો રૂા. ૫૦૦ ચૂકવીને માસ્ક લેવાની ફરજ પડશે. તેવામાં બેદકરકારી દાખવતા લોકોએ નક્કી કરવાનું રહેશે કે તેમને રૂા. ૧૦નું માસ્ક ખરીદીને પહેરવું છે કે રૂા. ૫૦૦ અથવા રૂા. ૨૦૦નું માસ્ક પહેરવું છે.

કોરોના સામેની લડાઈમાં શહેરના તમામ ૧૪ ટ્રાફિક પોલીસ સ્ટેશનને ૯ જુલાઈના રોજ કરાયેલ આદેશની પુનઃ યાદી આપતા આ પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જાહેરમાં માસ્ક પહેર્યા વગર નીકળનારા વિરુદ્ધ કેસ દાખલ કરવાની કામગીરી હાલના તબક્કે નબળી જણાઈ રહી છે જેથી પોલીસ પણ પોતાની ફરજ યોગ્ય રીતે બજાવે તેથી દરેક પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને દરરોજના ઓછામાં ઓછા ૧૦૦ કેસ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

જ્યારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તમામ ગાડી દીઠ ૧૫-૧૫ મેમો, ટીમ માટે ૫૦ મેમો અને તમામ ચોકી ઈન્ચાર્જે ૧૦-૧૦ મેમો કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરના પોલીસ સ્ટેશનનોને પણ માસ્ક ન પહેરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટે કડક સૂચના જાહેર કરવામાં આવી છે.

શહેરમાં ૫૦ પોલીસ સ્ટેશન અને ૧૪ ટ્રાફિક પોલીસ સ્ટેશન મળી છેલ્લા ૨૪ કલાકમાં ૩૮૫૭ લોકો સામે માસ્ક ન પહેરવા અથવા જાહેરમાં થૂંકવાના કારણે રૂા. ૭.૭૧ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે લોકડાઉન અને જાહેરનામાભંગ બદલ ૧૦૯ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે અને ૮.૨૩ લાખના દંડની વસૂલાત કરવામાં આવી છે.

જાેકે શહેર પોલીસ દ્વારા નાઈટ લોકડાઉન અંતર્ગત રાત્રે ૧૦.૦૦ થી સવારે ૫.૦૦ જનતા કર્ફ્યુના અમલમાં થોડી શીથિલતા દાખવવામાં આવી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૫ ગુના નોંધીને ૧૫૪ લોકોની અટકાયત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.