Western Times News

Gujarati News

અરવલ્લીમાં માસ્ક ન પહેરનારા ૭૯૧૫ લોકો પાસેથી ૧૫.૮૩ લાખ દંડ વસૂલ કર્યો 

મોડાસામાં શહેરમાં છેલ્લા ૧૫ દિવસમાં ૧.૬૨ લાખ દંડ વસૂલ કરાયો 

સાકરિયા: અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યો છે જેને લઇ કોરોનાનો આંક ૨૭૦ને પાર પંહોચી ગયો છે. જેથી કોરોનાનું સંક્રમણને અટકાવવા ફરજીયાત માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સિંગનો અમલ થાય તે માટે વહિવટીતંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહિ હાથ ધરી છે.

જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં તાજેતરમાં જિલ્લામાં જાહેર જગ્યાએ થૂંકવા અને માસ્ક ન પહેરવા બાબતે દંડનીય કાર્યવાહી કરવા વધુ અસરકારક બનાવવા તાલુકાના મામલતદાર, પ્રાંત અધિકારી મોડાસા- બાયડ,નગરપાલિકા ચીફ ઓફિસર મોડાસા- બાયડ સાથે બેઠક યોજી હતી અને કોરોનાને બિમારીને ગંભીરતાથી લીધા વિના ફરતા લોકો સામે દંડ વસૂલવાની કામગીરી સઘન બનાવવા સૂચન કર્યુ હતું

સમગ્ર રાજયમાં કોરોનાના વધતા કેસને લઇ માસ્ક પહેર્યા વિના ફરતા લોકો વિરૂધ્ધ કાર્યવાહિ કરવાની સત્તા પોલીસને પણ સોંપવામાં આવી છે. જેમાં પોલીસ વિભાગ સક્રિય થઇ ૩૦ દિવસમાં ૫૯૮૫ લોકો પાસેથી રૂ. ૧૧,૯૭,૦૦૦ દંડ વસૂલ કર્યો છે. જયારે મોડાસા શહેરમાં પણ કોરોના કેસ વધતા નગરપાલિકા દ્વારા શહેરના ડુગરવાડા ચોકડી, ટાઉન હોલ  ચાર રસ્તા તેમજ નવિન બસ સ્ટેશન વિસ્તારમાં સ્પેશ્યલ ડ્રાઇવ કરી માસ્ક ન ધારણ કરનાર લોકો સામે દંડની કાર્યવાહિ શરૂ કરાઇ જેમાં છેલ્લા મે માસ દરમિયાન ૩૩૭ લોકો પાસેથી રૂ. ૬૭૪૦૦, જૂન માસમાં ૭૮૫ લોકો પાસેથી ૧,૫૭,૦૦ જયારે જુલાઇના છેલ્લા ૧૫ દિવસમાં ૮૧૦ લોકો પાસેથી ૧,૬૨,૦૦૦ દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આમ મળી કુલ ૭૯૧૫ માસ્ક વિનાના રાહદારીઓ  રૂ. ૧૫,૮૩,૦૦૦નો દંડ કરાયો છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.