Western Times News

Gujarati News

અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીની કમાલ : હવે ચલણી નોટો ગણવાની સાથે વાયરસ મૂક્ત કરશે આ મશીન

નવી દિલ્હી : કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે આજે દરેક વસ્તુને સેનિટાઇઝ કરવામાં આવી રહી છે. સેનિટાઇઝેનના આ ગાળામાં એપીજી અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીના સ્ટૂડન્ટ્સે દાવો કર્યો છે કે તેણે એવું મશીન બનાવ્યું છે જે ફક્ત નોટોની ગણતરી જ કરતું નથી પણ તેને સેનિટાઇઝ પણ કરે છે. આ મશીનને બનાવનાર સ્ટૂડન્ટ્સ અનુજ શર્મા અને તેની ટીમનો દાવો છે કે નોટોને સેનિટાઇઝ કરનાર આ મશીન બનાવવામાં ફક્ત 14 થી 15 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે.

આ મશીનના ફોટોમાં તમને સ્પષ્ટ દેખાય છે કે મશીનમાં એક ખાસ સેનિટાઇઝર લગાવેલું છે. જે આરામથી સાફ-સફાઇને ધ્યાનમાં રાખીને પૈસાને ગણી શકે છે. સૌથી સારી વાત એ છે કે કોરોના વાયરસની મહામારી વચ્ચે આ મશીન લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. મશીનને બનાવનાર અનુજ શર્માએ જણાવ્યું હતું કે આ મશીન એક મિનિટમાં 200 નોટને ગણવાની ક્ષમતા રાખે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.