Western Times News

Gujarati News

ગુજરાતમાં પ્રથમ ઘન કચરાના નિકાલ માટેનું મશીન આણંદ નગરપાલિકા પાસે છે

આણંદ: ગુજરાતમાં પ્રથમ ઘન કચરાના નિકાલ માટેનું મશીન આણંદ નગરપાલિકા પાસે છે. આ મશીન વડે આણંદ જિલ્લા ખાતે ૩ લાખ મેટ્રિક ટન સોલિડ વેસ્ટ જમા થયો છે, જે બાયો માઇનિંગ પ્રોજેક્ટથી આગામી એક વર્ષમાં દૂર કરવામાં આવશે. આણંદ નગરપાલિકા દ્વારા રોજેરોજના સોલિડ વેસ્ટના નિયંત્રણ માટે કોઈ ચોક્કસ યોજના ઘડવામાં આવશે.

તેમજ ડમ્પિંગ સાઈડ ખાતેથી સોલિડ વેસ્ટના નિકાલ તથા આસપાસમાં રહેતા લોકોના આરોગ્યને નુકસાન ન થાય એ રીતે કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવશે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત આણંદ શહેરની આસપાસ આવેલા ૮થી ૧૦ ગામોને નગરપાલિકા દ્વારા દત્તક લઇને, તે ગામોના કચરાના નિકાલની વ્યવસ્થા માટે આ મશીનનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. જેથી દેશમાં ચાલતા સ્વચ્છ ભારત મિશનના વિચારોને સાચા અર્થમાં સાકાર કરી શકાય.

સમગ્ર ગુજરાત રાજ્યમાં આ મશીન સૌપ્રથમ આણંદ નગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ સેલિગ્રેશન માટે ખરીદવામાં આવ્યું છે. જેની દૈનિક ૧૦૦૦ મેટ્રિક ટન ઘન કચરાનું તેની કદના આધારે જુદો પાડવામાં આવશે. આ મશીન ૪૦ સ્સ્ કરતાં મોટા કચરાને અલગ કરે છે. આ સાથે ૮ સ્સ્ કરતા નાના કચરાને પણ અલગ કરે છે.૨૦ સ્સ્થી ૪૦ સ્સ્નો કચરો પણ અલગ કરે છે. જેથી તેના નિકાલમાં ખુબ જ સરળતા ઉભી થઇ શકે છે.

સમગ્ર દેશમાં આ મશીન ધરાવતી આણંદ નગરપાલિકા બીજા ક્રમેં છે, જ્યારે ગુજરાત રાજ્યમાં આણંદ નગરપાલિકા પ્રથમ નગરપાલિકા છે, જે આ અતિ આધુનિક મશીન ધરાવે છે. જે આણંદ નગરપાલિકા માટે ગર્વની બાબત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.