Western Times News

Gujarati News

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે લગાવાયેલા સોલાર લાઇટોની બેટરીની ચોરી

રાણીપુરા બસ સ્ટોપ થી ગામ તરફ જવાના રોડ પર જીઆઈડીસી ની એક કંપની દ્વારા સોલાર લાઈટો નાખી આપવામાં આવી હતી. – એક એક કરી ચાર લાઈટો,બેટરી ચોરી થતા તથા પેનલને નુકશાન થતા ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ ઝઘડિયા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી છે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે ઝઘડીયા જીઆઈડીસીની એક કંપની દ્વારા સીએસઆર ફંડ માંથી રાણીપુરા બસ સ્ટોપથી ગામ તરફ જવાના રોડ પર ચાર સોલાર લાઈટો નાખી આપવામાં આવી હતી. ચાલુ વર્ષે નંખાયેલો સોલાર લાઈટો એક-એક કરી તેના પોલને,પેનલને નુકસાન કરી બેટરીઓ ચોરી થવા પામી છે.આ બાબતે રાણીપુરા ગ્રામ પંચાયત દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ અગાઉ પણ આપી હતી અને ફરીથી આજરોજ પણ આપી છે.

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ સહિત નર્મદા કાંઠાના વિસ્તારમાં ઘરફોડ ચોરી,સિંચાઈના સાધનોની ચોરી ઉપરાંત સરકારી મિલકતને નુકસાન પહોંચાડી તેની ચોરીના પ્રશ્નો સળગી રહ્યા છે.આ બાબતે જે તે ગામના સરપંચ ઉપસરપંચ ઓ ખેડૂતો ત્રાહીમામ પોકારી રહ્યા છે પરંતુ આ બાબતે અનેક વાર જવાબદાર પોલીસ તંત્રમાં ફરિયાદ કરવા પછી પણ કોઇ નક્કર પગલા ગુનેગારો,ચોરો પર નહીં ભરાતા હોવાથી આવા ગેરકાયદેસર કૃત્ય કરનારાઓને મોકળું મેદાન આડકતરી રીતે પોલીસ પહોંચાડી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ઝઘડીયા જીઆઈડીસીની એક કંપની દ્વારા રાણીપુરા બસ સ્ટોપથી ગામ તરફ જવાના રોડ પર ચાર સોલાર લાઇટો સીએસઆર ફંડ માંથી નાખી આપવામાં આવી હતી.ચાલુ સાલે આ નંખાયેલ ચાર લાઈટ પૈકી એક એક કરી દરેક સોલાર લાઈટના પોલને તેની પેનલને નુકસાન કરી તેની બેટરી ચોરી કરી જવામાં આવી છે.અગાઉ પણ રાણીપુરા ગ્રામ પંચાયત દ્વારા ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટરને લેખિતમાં ફરિયાદ આપી છે તેમ છતાં હજી સુધી તે બાબતે કોઈ ઠોસ પગલાં ઝઘડિયા પોલીસ મથકના જવાબદાર અધિકારીઓ દ્વારા ભરવામાં આવ્યા નથી જેથી એક એક કરી ૧૮૦૦૦ ની એક એવી ચાર સોલાર લાઇટો ૭૨૦૦૦ ની ચોરી થઇ ગઇ છે જે નિંદનીય ઘટના છે.એક તરફ રાજ્યનું પોલીસ વિભાગ ટેકનોલોજી દ્વારા સજ્જ થઈ રહ્યું છે જ્યારે આવા નાના પરંતુ નુકસાન કરતાં તસ્કરોને ડામવામાં ભરૂચ  જીલ્લા સહિત ઝઘડિયા તાલુકાના પોલીસ મથકો નિષ્ફળ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા માસ અગાઉ જિલ્લા કલેકટર દ્વારા રાણીપુરા ગામે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તે સમયે પણ રાણીપુરા ગામમાં થયેલ ૧૧ લાખના સોના ચાંદીના ઘરેણાની ચોરી, ખેડૂતોના સિંચાઈના સાધનોની ચોરી,ટ્રાન્સફોર્મરની ચોરી બાબતે ગ્રામજનો દ્વારા કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ તે રજૂઆત ગ્રામજનો માટે ઝીરો સાબિત થઈ હતી.કલેકટરને રજૂઆત બાદ ચોરીની ઘટનાઓ માં કોઈ ફર્ક પડવા પામ્યો નથી જે જગ જાહેર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.