Western Times News

Gujarati News

રાજ્યમાં વીજ દરમાં પીપીએ હેઠળ ૩૦ પૈસાનો ઘટાડો થશે

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા તા. ૧-૧૨-૨૦૧૮ના ઠરાવ પછીના સમયગાળા દરમ્યાન બદલાયેલ પરિસ્થિતિ, ઇન્ડોનેશિયા કોલસાની માર્કેટ ટ્રેન્ડમાં બદલાવ અને રાજયનાં વીજ ગ્રાહકોના હિતને ધ્યાન રાખીને તા. ૧૨-૦૬-૨૦૨૦ ના ઠરાવ દ્વારા અગાઉનો ઠરાવ રદ કરવામાં આવેલ છે. તા. ૧-૧૨-૨૦૧૮નો ઠરાવ રાજ્યમાં સ્થિત ત્રણ આયાતી કોલસા આધારિત વીજ પ્રોજેક્ટ માટે હતો જે અંતર્ગત ચાર પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવામાં આવેલ. તે અન્વયે કોસ્ટલ ગુજરાત પાવર લી. સાથેનો સપ્લીમેન્ટલ કરાર, હિસ્સેદારી ધરાવતા અન્ય રાજ્યોની સહમતી ન હોવાના કારણે સહી કરવામાં આવેલ નથી. જયારે એસ્સાર પાવર ગુજરાત લી. સાથેના સપ્લીમેન્ટલ કરારને ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા શરતી મંજુરી આપવામાં આવેલ છે જેની સામે એસ્સાર દ્વારા એપેલેટ ટ્રીબ્યુનલ સમક્ષ અપીલ કરવામાં આવેલ છે, આમ આ સપ્લીમેન્ટલ કરાર પણ કાર્યરત થયેલ નથી.

જયારે અદાણી પાવર સાથે થયેલ સપ્લીમેન્ટલ કરાર અન્વયે અદાણી દ્વારા તા. ૧-૧૨-૨૦૧૮નાં ઠરાવ મુજબ પાછલા સમયગાળાનું નુકશાન પ્રોજકેટ ડેવલોપર દ્વારા ભોગવવાની મુખ્ય શરતનો ભંગ કરવાના કારણે આ સપ્લીમેન્ટલ કરારની મંજુરી રદ કરવા માટે જીયુએનવીએલ દ્વારા કેન્દ્રીય વીજ નિયમન આયોગ સમક્ષ પીટીશન કરવામાં આવેલ છે, જે પેન્ડીંગ છે. આમ, ઉપરોક્ત તમામ પ્રોજેક્ટને તા. ૧-૧૨-૨૦૧૮નાં ઠરાવ મુજબ ટેરીફ મળવાપાત્ર થતું નથી. રાજ્ય સરકાર દ્વારા તા. ૧-૧૨-૨૦૧૮ના ઠરાવને રદ કરવામાં આવેલ છે અને તા. ૧૨-૦૬-૨૦૨૦થી ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકા આપવામાં આવેલ છે જેમાં વર્ષ ૨૦૧૮ પછી ઇન્ડોનેશિયન કોલસાના માર્કેટમાં થયેલ ફેરફારને ધ્યાનમાં લઈને અન્ય પ્રતિષ્ઠિત માર્કેટ ઈન્ડેક્ષનો કોલસાના ભાવની ગણતરી કરવા માટે સમાવેશ કરવામાં આવેલ છે.

જેથી, પ્રોજેક્ટ ડેવલોપર દ્વારા કોલસાની ખરીદી સ્પર્ધાત્મક રીતે ઓછામાં ઓછા દરે થાય અને સમયાંતરે થતા અંતરાષ્ટ્રિય કોલસાના ભાવનો ઘટાડાનો લાભ ગ્રાહકને મળી શકશે.ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા એસ્સાર પાવરના સપ્લીમેન્ટલ કરારની મંજૂરી આપવા અંતર્ગત સૂચવવામાં આવેલ સુધારા જેવા કે વધુ સારા ઓપરેશનલ પેરામીટર પ્રમાણે ટેરિફની ગણતરી કરવાની રહેશે અને નામંજૂર કરેલ ટ્રાંસીટ લોસ અને અન્ય ચાર્જીસ (૩%) ને રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોના હિતમાં નવી માર્ગદર્શિકામાં સમાવેશ કરવામાં આવેલ છે

જેથી તા. ૧-૧૨-૨૦૧૮ ના ઠરાવની સરખામણીએ વીજદરમાં ઘટાડો થશે અને રાજ્ય ગ્રાહકોને ફાયદો થશે. આ પદ્ધતિ હેઠળ બળતણ ખર્ચની ગણતરી માટે ઉપરોક્ત જણાવેલ વધુ સારા ઓપરેશનલ પેરામીટર ઉપરાંત પ્રોજેક્ટ ડેવેલોપર દ્વારા ઉચિત રીતે, સ્પર્ધાત્મક અને પારદર્શક પ્રક્રિયા થકી કોલસાની ખરીદી કરવાની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.