Western Times News

Gujarati News

ફ્રાન્સથી ડિલિવરી મળતાં જ રફાલને મોરચે ગોઠવી દેવાશે

એક રફાલ વિમાન એરફોર્સમાં સામેલ થવાથી ભારતીય વાયુસેનાને પડોશી દેશોથી મુકાબલો કરવામાં મદદ મળશે
નવી દિલ્હી,  ચીન સાથે વધી રહેલા તણાવની વચ્ચે એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા ટોપ એરફોર્સ કમાન્ડર સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યા છે. બે દિવસની આ મહત્વની બેઠકમાં લાઈન ઓફ એક્યુઅલ કંટ્રોલ(એલએસી) પર વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે.

આ સિવાય આ રણનીતિક રીતે મહત્વની બેઠકમાં જુલાઈના અંત સુધી દેશમાં આવેલી રહેલા રફાલ યુદ્‌ધ વિમાનને વાયુસેનામાં ઓપરેશનલ સ્તર પર લાવવાની પ્રક્રિયા અંગે વિચારણા કરવામાં આવશે. હમણાં સુધી આધુનિક યુદ્‌ધ વિમાનો પૈકી એક રફાલ વિમાન એરફોર્સમાં સામેલ થવાથી ભારતીય વાયુસેનાને પડોશી દેશોથી મુકાબલો કરવામાં મદદ મળશે.

આ સિવાય રફાલ યુદ્‌ધ વિમાન વાયુસેનામાં તૈનાત કરવાથી દક્ષિણ એશિયામાં મનોવૈજ્ઞાનિક અસર પણ થશે, જે ભારત માટે ફાયદાકારક રહેશે. રફાલ દુશ્મન દેશો પર હુમલો કરવા માટે આધુનિક સિસ્ટમથી સજ્જ છે. વાયુ સેના દેશની ઉત્તર બોર્ડર પર સુખોઇ-૩૦ અને મિરાજ-૨૦૦૦ની સાથે રફાલને પણ તૈનાત કરવા વિચારણા કરી રહી છે. રફાલ યુદ્‌ધ વિમાનને વાયુસેનામાં સામેલ સામેલ કરવાથી ભારતની લાંબા અંતરની મારક ક્ષમતામાં ભારે વધારો થશે. વાયુસેનાની આ બેઠકમાં ભારત સાથે આવેલી ચીનની સીમા પર ચીની ગતિવિધિઓની પણ સમીક્ષા કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર બે દિવસની આ બેઠક ૨૨ જુલાઈએ યોજાય તેવી શક્યતા છે.

અત્રે ઉલ્લેખનયી છે કે એરફોર્સે આધુનિક યુદ્‌ધ વિમાનના આખા બેડાને ફોરવર્ડ બેઝ પર તૈનાત કરી દીધો છે. અહીંયાથી યુદ્‌ધ વિમાન દિવસ અને રાતમાં પણ ઓપરેશન કરી શકશે. પૂર્વ લદાખમાં ચીન સાથેની સરહદ પર અપાચે હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા છે, અહીંયાથી આ વિમાન ઉડાણ ભરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છ કે, ભારતીય વાયુસેના એક મોરચે અને એ પણ એક સાથે સુખોઇ-૩૦, મિરાજ-૨૦૦૦ અને રફાલ યુદ્‌ધ વિમાનની સાથે અપાચે હેલિકોપ્ટર તૈનાત કરે તો દુશ્મન સામે યુદ્‌ધ લડવામાં સરળતા પડી શકે છે, આ બાબતને ધ્યાનમાં રાખીને એરફોર્સે ચીન સાથેની સરહદ પરની વર્તમાન ગતિવિધિ અંગેની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.