Western Times News

Latest News from Gujarat

કોરોના સંક્રમિત ઐશ્વર્યા અને આરાધ્યાના સારા સ્વાસ્થ્ય માટે આ હોલિવુડ એક્ટર્સે કરી પ્રાર્થના

મુંબઈ: ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચન કોરોના સંક્રમિત છે અને બે દિવસ પહેલા તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઐશ્વર્યા અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ ગયા અઠવાડિયે પોઝિટિવ આવ્યો હતો. જાે કે, બંનેમાં લક્ષણો ના દેખાતાં તેમને હોમ ક્વોરન્ટીન કરાયા હતા. પરંતુ શુક્રવારે રાત્રે બંનેને તાવ આવતાં નાણાવટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઐશ્વર્યા-આરાધ્યા, અભિષેક અને બિગ બી જલદી સાજા થાય તે માટે કરોડો ફેન્સ પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે હવે હોલિવુડ એક્ટર્સે પણ જલદી રિકવરી માટે પ્રાર્થના કરી છે.

ઐશ્વર્યા રાયની હોલિવુડ ફિલ્મ ‘પિંક પેન્થર ૨’ના કો-સ્ટાર સ્ટીવ માર્ટિને એક્ટ્રેસ માટે દુઆ માગી છે. સ્ટીવે ટિ્‌વટ કરીને લખ્યું, “ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની દીકરી જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. તે પિંક પેન્થરમાં કામ કરનારી ખૂબસૂરત અને ખુશમિજાજી પાર્ટનર છે.”

સ્ટીવ ઉપરાંત રેસલિંગ સ્ટાર અને એક્ટર જાેન સીનાએ પણ ઐશ્વર્યાની એક સુંદર તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. દર વખતની જેમ જાેન સીનાએ આ વખતે પણ કેપ્શનમાં કંઈ નથી લખ્યું.  જાે કે, સ્પષ્ટ છે કે, તેણે પણ ઐશ્વર્યા-આરાધ્યાના સારા સ્વાસ્થ્યની કામના કરી છે. આ પહેલા જાેન સીનાએ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની પણ તસવીર શેર કરી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers