પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ ધ્વજારોહણ શ્રી અજયપ્રકાશ કલેક્ટર શ્રી ગીર સોમનાથના હસ્તે કરવામાં આવ્યું. પ્રાત:કાળે મહાપૂજન કરી શ્રાવણ માસની પૂજાની શરૂઆત કરવામાં આવી હતી, મહાપૂજા , મહામ્રુત્યુંજય યજ્ઞ, સવાલક્ષ બિલ્વપૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો.