Western Times News

Gujarati News

અમદુપુરામાં ઈલેકટ્રોનીક્સની દુકાનમાંથી ટીવી અને એસીના જથ્થાની ચોરી

શહેરમાં રાત્રિ કફર્યુના કડક અમલ વચ્ચે તસ્કરો બેફામ: કુલ રૂા.૭.૭૦ લાખના મુદ્દામાલની ચોરી

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના અમદુપુરા વિસ્તારમાં આવેલી ઈલેકટ્રોનીકસની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. ટીવી અને એસી સહિત કુલ રૂા.૭.૭૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતા અધિકારીઓ ચોંકી ઉઠયા છે આ અંગે દુકાનના માલિકે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ટીવી અને ફ્રીઝ ચોરી કરી લઈ જવા માટે વાહનની જરૂરિયાત પડે તેવુ માની પોલીસે આ સ્થળના સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં છે આ ઘટનાથી વહેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ઘરફોડ ચોરી કરતી ટોળકીનો આંતક વધવા લાગ્યો છે શહેરમાં ઘરફોડ ચોરીની વધતી ઘટનાઓથી નાગરિકોમાં ફફડાટ જાેવા મળી રહયો છે શહેરમાં રાત્રિ ફકર્યુનો કડક અમલ કરવામાં આવી રહયો હોવાનો દાવો કરવામાં આવી રહયો છે ત્યારે તસ્કરો રાત્રે જ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહયા છે.

શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતા પવન બજાજ નામના યુવકની અમદુપુરા વિસ્તારમાં આવેલા સુમેળ-૪ શોપીંગ સેન્ટરમાં ઈલેકટ્રોનિકસની દુકાન આવેલી છે નિત્યક્રમ મુજબ પવન બજાજ સવારે દુકાને જઈ રાત્રે દુકાનને તાળુ મારી પરત ફરતા હોય છે શનિવારે રાત્રે પવનભાઈ રાત્રિના સમયે દુકાનને તાળુ મારી ઘરે પરત ફર્યા હતા અને રવિવારે રજાનો દિવસ હોવાથી દુકાન બંધ હતી સોમવારે સવારે તેઓ દુકાન પર પહોંચ્યા ત્યારે દુકાનના શટલને તાળુ મારેલુ જાેવા મળ્યુ ન હતું જેનાથી તેઓ ચોંકી ઉઠયા હતાં.

પવન બજાજે સૌ પ્રથમ શટલ ઉંચુ કરી દુકાનની અંદર જાેતા જ ટીવી અને એસી જાેવા મળ્યા ન હતાં જેના પરિણામે તેમણે તેમના ભાગીદારોને ફોન કરતા તાત્કાલિક તેઓ પણ આવી પહોંચ્યા હતા બીજીબાજુ આ ઘટનાની જાણ શહેરકોટડા પોલીસને કરવામાં આવતા પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક દોડી ગયા હતાં તપાસ કરતા દુકાનમાંથી જુદી જુદી કંપનીઓના ટીવી તથા એસી ચોરાયા હોવાનું માલુમ પડયું હતું જેની અંદાજે કિંમત રૂા.૭.૭૦ લાખની થવા જાય છે.
ટીવી અને એસીની ચોરી કરી લઈ જવા માટે તસ્કરોએ વાહનનો ઉપયોગ કર્યો હોવાનું મનાઈ રહયું છે જેના પગલે પોલીસ અધિકારીઓ પણ સતર્ક બની ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.