Western Times News

Gujarati News

પવિત્ર શ્રાવણનો પ્રારંભ-કોરોનાના નિયમોનું પાલન કરવા પૂજારીઓનું આહવાન 

આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થઇ રહ્યો છે દર વર્ષે શ્રાવણ મહિનામાં શિવભક્તો મોટી સંખ્યામાં શીવ મંદિર દર્શન માટે પહોંચતા હોય છે અને શિવજીને મનાવવા માટે શિવ ભક્ત બિલ્વપત્ર ગાયનું દૂધ ફુલ જળ પંચામૃત જેવી વિવિધ વસ્તુઓથી શિવજીનો અભિષેક કરવામાં આવે છે તેમજ શ્રાવણના પવિત્ર માસમાં લઘુરુદ્ર બ્રાહ્મણો દ્વારા કરાવવામાં આવે છે આમ પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની ઉપાસના કરવામાં આવે છે અને ભૂદેવો માટે આ પવિત્ર શ્રાવણ માસ શિવજીને રીઝવવા માટે નો મહત્વનો ગણાય છે આ પવિત્ર માસમાં ભક્તો બ્રાહ્મણો પાસે લઘુરુદ્ર તેમજ બિલ્વપત્ર ચડાવવામાં આવે છે અને માસના અંતિમ દિવસે દક્ષિણા આપી સંકલ્પ મૂકવામાં આવે છે અને ભૂદેવો યજમાનનું કલ્યાણ થાય તેવા આશીર્વાદ આપે છે

પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણ ની અસર અને કોરોના વાયરસના કારણે ભક્તોમાં ક્યાંક નિરાશા જોવા મળે છે બાયડ ઋણમુક્તેશ્વર મહાદેવ ના પુજારી તરુણભાઈ ભટ્ટના જણાવ્યા પ્રમાણે મંદિરમાં કોઈ વિશેષ આયોજન કરાયા નથી દરેક ભક્તોએ દર્શન કરતાં સમયે અનેક બાબતોનું ધ્યાન રાખવું પડશે અને આવા નિયમો દરેક મંદિરમાં અલગ અલગ બનાવવામાં આવ્યા છે બાયડ ઋણમુક્તેશ્વર મહાદેવ માં ભીડ વધુ થતી હોવાથી તેમજ કોરોના સંક્રમણને કારણે કોઈ શિવભક્ત સંક્રમિત થાય નહીં તેના ભાગરૂપે આ પવિત્ર માસમાં સરકારના નિયમો પ્રમાણે દરેક શિવભક્તે મોઢા પર માસ્ક ફરજિયાત પહેરેલો હોવો જોઈએ તેમજ  જરૂરી ડિસ્ટન્સ જાળવી દર્શન કરવા મંદિરમાં માસ્ક વગર કોઈ પણ શિવ ભક્તિ ને મંદિરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં

 શિવજીને કોઈપણ જાતનો અભિષેક કરી શકાશે નહી તેથી દરેક ભક્તોએ આ નિયમોનું પાલન કરી  શિવજીના દર્શન કરવા  તેવું બોર્ડ પણ મંદિરના પટાંગણમાં  લગાવવામાં આવેલ છે મંદિરના પૂજારી નું કહેવું એવું હોય છે કે શ્રાવણ માસ જ અમારા માટે જીવાદોરી સમાન હોય છે કારણકે આ માસમાં શિવભક્તો પૂજા  પાઠ તેમજ લઘુરુદ્ર જેવા અભિષેક કરાવતા હોય છે તેમ છતાં કોઈ શિવભક્ત કોરોનાથી સંક્રમણ થાય નહીં તેનું ધ્યાન રાખવા કઠોર નિર્ણય લેવા મજબૂર થયા છીએ દિલીપ પુરોહિત.   બાયડ

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.