Western Times News

Gujarati News

મોડાસામાં બે સ્થળેથી રહસ્યમય રીતે મળી આવેલ પાંચ બાળકો સીમલવાડાના હોવાનું ખુલ્યું

પ્રતિનિધિ દ્વારાભિલોડા: મોડાસા શહેરના બાજકોટ ચાર રસ્તા અને હજીરા વિસ્તાર એમ બે જુદીજુદી જગ્યાએથી શનિવારે રાત્રી દરમિયાન રહસ્યમય રીતે નિરાધાર હાલતમાં ૧ સગીર અને ૪ બાળકો મળી આવ્યા હતા. બાજકોટ  ચાર રસ્તા ઉપર ફરતા આ બાળકો અંગે નજીકના એક ચાની કીટલીવાળા દ્વારા ટાઉન પોલીસ અને મોડાસાની પરખ સંસ્થાના ચાઈલ્ડ હેલ્પ લાઈન સેન્ટરને જાણ કરવામાં આવી હતી

મોડાસા ટાઉન પોલીસ અને પારેખ સંસ્થાના સદસ્યો પહોંચે તે પહેલા બાળકો સાથે રહેલ સગીર છટકી ગયો હતો પોલીસે આ સગીર ની શોધખોળ હાથધરી હતી સગીર યુવકને પણ શોધી કાઢી સગીર અને ૪ બાળકોને ચાઈલ્ડ સેન્ટર ખાતે લઈ જઈ તેમની સાર સંભાળ કરવામાં આવી હતી. અને સખી વન સ્ટોપ ખાતે રાખ્યા હતા સંસ્થાના સદસ્યો અને પોલીસે બાળકો સાથે આત્મીયતા કેળવી પૂછપરછ કરતાં  રાજસ્થાનના સિમલાવાડાના હોવાનું જણાવ્યું હતું

રાજસ્થાનના સીમલવાડા થી શનિવારે રાત્રે મોડાસા પહોંચેલા ૫ બાળકોમાં ત્રણ સગા-ભાઈ બહેન અને બે મામા-ફોઈ ના થતા હતા ૫ બાળકો કામ મળે તે માટે મોડાસા પહોંચ્યા હોવાનું જણાવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો  મોડાસા ટાઉન પોલીસે સગીર અને ચારેય બાળકોના માતા-પિતાનું નામ ઠામ જાણી સંપર્ક કરતા ૫ બાળકોના વાલી-વારસો મોડાસા દોડી આવ્યા હતા અને બાળકો સાથે સુખદ મીલન થતા આંખો ભીની થઈ હતી અને બાળકોને ઘરે પહોંચાડવા ટાઉન પોલીસે મદદ પણ કરી માનવતાના દર્શન કરાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.