Western Times News

Gujarati News

બેંક ઓફ  બરોડાએ 113મા સ્થાપના દિવસ પર કોવિડ વોરિયર્સનું સન્માન કર્યું

મુંબઈ, ભારતમાં ત્રીજી સૌથી મોટી સરકારી બેંક, બેંક ઓફ બરોડાએ આખા ભારતમાં 600થી વધારે કોવિડ વોરિયર્સનું સન્માન કરીને એના 113મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. દર વર્ષે એના સ્થાપના દિવસે બેંક જીવનના વિવિધ ક્ષેત્રોમાં સમાજને પ્રદાન કરીને સામાજિક સ્તરે પ્રભાવશાળી કામ કરનાર પ્રસિદ્ધ વ્યક્તિઓનું ‘બરોડા સન એચિવમેન્ટ એવોર્ડ્ઝ’ સાથે સન્માન કરે છે. ચાલુ વર્ષે બેંકે કોવિડ વોરિયર્સની પસંદગી કરીને એવોર્ડ આપ્યાં હતાં, જેમાં પોલીસ કર્મચારીઓ, ડૉક્ટરો, પેરા-મેડિક સ્ટાફ, સેનિટેશન કામદારો અને સરકારી બેંકોના બેંકરો સામેલ હતા, જેમણે રોગચાળા સામે દેશની લડાઈમાં મોખરે રહીને ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરી છે.

આ કોવિડ વોરિયર્સની કામગીરીની પ્રશંસા કરીને બેંક ઓફ  બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી વિક્રમાદિત્ય સિંહ ખીંચીએ કહ્યું હતું કે, “તબીબી વ્યવસાય, પોલીસ ફોર્સ, પેરામેડિક ક્ષેત્ર, સરકારી/મ્યુનિસિપલ વિભાગો અને બેંકોમાંથી કોવિડ વોરિયર્સે પોતાના સ્વાસ્થ્યના જોખમે પણ રોગચાળા દરમિયાન જનતાને આવશ્યક સેવાઓની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને તેમની ફરજ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવી છે. તેઓ દેશના હીરો છે, જેઓ રોગચાળા સામે લડવા અને મોખરે રહેવા માટે દેશવાસીઓ પાસેથી પ્રશંસા અને સન્માનના અધિકારી છે.

અમે નિઃસ્વાર્થ સેવાઓ માટે આ કોવિડ વોરિયર્સને સલામ કરીએ છીએ, જેમણે પોતાના દેશવાસીઓની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સતત સેવા પ્રદાન કરી છે. તેમની કટિબદ્ધતાને બિરદાવવા બેંક ઓફ બરોડા આ કોવિડ વોરિયર્સનું ‘બરોડા સન એચિવમેન્ટ એવોર્ડ્ઝ’સાથે સન્માન કરીને ખુશ છે. હું બેંકમાં મારા તમામ સાથીદારોને રોગચાળા દરમિયાન તેમના સતત સાથસહકાર બદલ આભાર માનું છું. હું દરેક અને તમામ કોવિડ વોરિયરનો આભારી છું, જેમણે દેશને મજબૂત કરવામાં મદદ કરી છે.

બેંક ઓફ બરોડાએ એની જેમ સમાજની સેવા કરવાના મૂલ્યો ધરાવતી બે પાર્ટનર સંસ્થાઓ સાથે જોડાણમાં ‘સ્વસ્થનીવ’ પહેલ દ્વારા 113મા સ્થાપના દિવસની ઉજવણી કરવા જરૂરિયાતોમંદોને 113K ભોજન પણ પ્રદાન
કર્યું છે.

ગ્રાહકને શ્રેષ્ઠ સેવા આપવા અને મૂલ્ય સંવર્ધિત પ્રોડક્ટ પૂરી પાડવાની બેંકની કટિબદ્ધતા જાળવીને બેંકે ભવિષ્યલક્ષી અને સ્પર્ધાત્મક એમ બંને રીતે અનુકૂળ થીમ બોન્ડિંગ ફોર એ બેટર ટૂમોરો પણ ઊભી કરી છે. બેંક વિવિધ યોજના દ્વારા સમાજના તમામ વર્ગોમાં એના ગ્રાહકો માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા પણ હંમેશા કામ કરે છે તેમજ બેંક 113 વર્ષથી કાર્યરત હોવાથી ગ્રાહકોના લાભ માટે ભવિષ્યમાં અદ્યતન ઉત્પાદનો અને સેવા પ્રસ્તુત કરવા કામ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.