Western Times News

Gujarati News

કોરોના વેક્સિનની ત્રણ રસી લગભગ તૈયાર સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં લોકો માટે ઉપલબ્ધ થશે

નવીદિલ્હી: કોરોના વેક્સિન તૈયાર થવાના સમાચારે દુનિયાને રાહત આપી છે. હવે બધાને લાગવા લાગ્યું છે કે આ જીવલેણ કોરોના વાયરસથી બચી શકાય છે. આ સારા સમાચાર પૂરા થઈ રહ્યાં નથી. હકીકતમાં વિશ્વમાં કોરોના વાયરસની ત્રણ દમદાર રસી તૈયાર થઈ ચુકી છે અને સારી વાત છે કે આ ત્રણેય ટ્રાયલના અંતિમ તબક્કામાં છે.

આવો આપણે આ ત્રણેય વેક્સિનની માહિતી મેળવીએ. ચીન વૈજ્ઞાનિક કોરોના વાયરસની રસી બનાવવાની રેસમાં સૌથી આગળ છે. જે દેશમાં સૌથી પહેલા આ મહામારી આવી તેના વૈજ્ઞાનિકોને રસી તૈયાર કરવા માટે વધુ સેમ્પલ મળ્યા. ચીની દવા કંપની સિનોવૈક બાયોટેકએ ખાડી દેશો સહિત વિશ્વના અન્ય દેશોમાં પોતાની વેક્સીનની સફળ ટ્રાયલ કરી લીધી છે.

આ રીતે જોઈએ તો ચીની કંપની કોરોના વેક્સિન તૈયાર કરવાની ખુબ નજીક છે. કંપની પોતાની અંતિમ ટ્રાયલ બ્રાઝિલ અને બાંગ્લાદેશમાં શરૂ કરી દીધી છે. તો આ તે રસી છે જેના વિશે તમે સોમવારે સાંભળ્યું હશે. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ આ રસીનું નામ આસ્ટ્રાઝેનેકા રાખ્યું છે. આ રસીનું વ્યક્તિઓ પર સફળ પરીક્ષણ થઈ ચુક્યુ છે. હવે ત્રીજા તબક્કામાં આ રસીને વધુ સમય લાગશે નહીં.

બ્રિટિશ વૈજ્ઞાનિકોએ આ રસીને અંતિમ તબક્કાની ટ્રાયલ દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં કરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયા સ્થિત યુનિવર્સિટી ઓફ મેલબોર્ન પણ આ દોડમાં આગળ જોવા મળી રહી છે. અહીંના વૈજ્ઞાનિકોએ સો વર્ષ જૂની ટીબીની દવાથી કોરોનાની વેક્સિન તૈયાર કરી છે. પંરતુ આ રસી કોરોના વાયરસથી સીધી રીતે લડવામાં મદદરૂપ નથી. પરંતુ આ રસી શરીરની અંદર કોરોના વાયરસ વિરદ્ધ ઇમ્યુનિટીને સારી રીતે વધારવામાં સફળ થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.