Western Times News

Gujarati News

વાલ્વ લાગેલા N-૯૫ માસ્ક પહેરવા સામે કેન્દ્ર સરકારની ચેતવણી

નવી દિલ્હી: કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોને પત્ર લખીને લોકોને વાલ્વવાળા દ્ગ-૯૫ માસ્ક પહેરવા વિરુદ્ધ ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે તેનાથી વાયરસનો ફેલાવો અટકતો નથી અને આ કોવિડ-૧૯ મહામારીને રોકવા માટે ઉઠાવેલા પગલાઓથી ‘વિરુદ્ધ’ છે. સ્વાસ્થ્ય મંત્રાલયમાં સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશક રાજીવ ગર્ગે રાજ્યોને સ્વાસ્થ્ય અને ચિકિત્સા મામલાના પ્રધાન સચિવોને પત્ર લખીને કહ્યું છે કે, સ્વાસ્થ્ય કર્મચારીઓની જગ્યાએ લોકો દ્ગ-૯૫ માસ્કનો ‘ખોટો ઉપયોગ’ કરી રહ્યા છે.

ખાસ કરીને જેમાં વાલ્વ લાગેલું હોય છે. ‘તમારા ધ્યાનમાં લાવી દઈએ કે વાલ્વ લાગેલા N-૯૫ માસ્ક કોરોના વાયરસના પ્રસારને રોકવા અપનાવેલા પગલાઓની વિરુદ્ધ છે, કારણ કે તેનાથી આ વાયરસ માસ્કની બહાર આવતા નથી રોકાતો.

તેને ધ્યાનમાં રાખીને હું તમને વિનંતી કરું છું કે તમામ સંબંધિત લોકોને આદેશ આપો તે તેઓ ફેસ/માઉથ કવરના ઉપયોગનું પાલન કરે અને દ્ગ-૯૫ માસ્કના ખોટો ઉપયોગને રોકો. જણાવી દઈએ કે લોકો મોટી સંખ્યામાં દ્ગ-૯૫ માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. દેશમાં વધી રહેલા કોરોનાના મામલા વચ્ચે સરકારની આ ચેતવણી મહત્વપૂર્ણ છે. સરકારના આદેશ બાદ હવે વાલ્વ વિનાના માસ્કનો પ્રયોગ વધી શકે છે. દેશમાં લગભગ ૧૧.૫૦ લાખ કોરોનાના કેસ થઈ ગયા છે, જ્યારે આ જીવલેણ મહામારીથી ૨૮ હજારથી વધુ લોકોના મોત થયા છે. કેન્દ્રએ એપ્રિલમાં ગાઈડલાઈન જાહેર કરીને કહ્યું હતું કે લોકો ઘરમાં બનેલા માસ્કનો ઉપયોગ કરે અને તેનાથી ચહેરા અને નાકને ઢાંકી દે. કેન્દ્રએ કહ્યું હતું કે લોકો જ્યારે પોતાના ઘરમાંથી બહાર નીકળે તો નાક-મોઢું ઢાંકીને નીકળે. કેન્દ્રની સલાહમાં કહેવાયું હતું કે આવા માસ્કને રોજ ધોવા પડશે. આ ઉપરાંત કોટનના કપડાનો પણ ઉપયોગ કરી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.